Gujarat weather: ઉનાળાનું ધીમી ગતિએ આગમન, આકરી ગરમીના એંધાણ, અમદાવાદ, સુરેન્દ્રનગરનું તાપમાન 35 ડિગ્રીએ પહોચ્યું, માર્ચમાં વધશે ગરમી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સૂકુ તાપમાન રહેશે. હવે ઋતુ શિયાળાથી ઉનાળા તરફ ગતિ કરતી હોવાને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને આ સિઝન ફ્રેબુઆરી સુધી રહેશે તેમજ માર્ચ મહિનો શરૂ થતા ખરી ગરમીની શરૂઆત થઈ જશે.
રાજ્યમાં જાણે હવે શિયાળો પાછા પગલાં પાડી રહ્યો હોય તેમ ઠંડી ઓછી અને દિવસ દરમિયાન ગરમી વધારે લાગે છે. મોટા ભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વૈત્રાનિક વિજન લાલે જણાવ્યું હતું કે આગામી સમયમાં દિવસના તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થશે. જેના કારણે તીવ્ર ગરમીનો અનુભવ થશે અને વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી લાગશે. આજના દિવસમાં અમદાવાદનું બપોરનું તાપમાન 32 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સૂકુ તાપમાન રહેશે. હવે ઋતુ શિયાળાથી ઉનાળા તરફ ગતિ કરતી હોવાને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને આ સિઝન ફ્રેબુઆરી સુધી રહેશે તેમજ માર્ચ મહિનો શરૂ થતા ખરી ગરમીની શરૂઆત થઈ જશે. ઉતર પૂર્વીય પવનોને કારણે વાતાવરણમાં આ ફેરફાર નોંધાયો છે.
અમદાવાદીઓ કરશે ગરમીનો અનુભવ
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 17 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે.
દાહોદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અનુભવાશે. તો ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી થશે.
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે.
રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાયો
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જયારે પંચમહાલનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો પાટણનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાનું અનુમાન છે.
તો સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 જેટલું રહેશે. તો સુરતમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 189 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો વડોદરાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી તથા વલસાડમાં લઘુત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાાન 18 ડિગ્રી રહેશે.