બનાસકાંઠાઃ હિટવેવ વચ્ચે થરાદ વિસ્તારમાં અપૂરતો વીજપુરવઠો મળતો હોઈ સ્થાનિકો પરેશાન, જુઓ
બનાસકાંઠા જિલ્લામાં આટલી ગરમી વચ્ચે થરાદ વિસ્તારના લોકો વીજ પુરવઠાને લઈ પરેશાન છે. અહીં નિયમીત અને પૂરતી વીજળી નહીં મળવાની ફરીયાદો ઉઠી રહી છે. જેને કારણે લોકો પરેશાન બની રહ્યા છે. લોકો ગરમીમાં પરેશાન થઈને ગામમાં વૃક્ષો નિચે બેસવા માટે મજબૂર બન્યા છે.
એક તરફ કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આટલી ગરમી વચ્ચે થરાદ વિસ્તારના લોકો વીજ પુરવઠાને લઈ પરેશાન છે. અહીં નિયમીત અને પૂરતી વીજળી નહીં મળવાની ફરીયાદો ઉઠી રહી છે. જેને કારણે લોકો પરેશાન બની રહ્યા છે. લોકો ગરમીમાં પરેશાન થઈને ગામમાં વૃક્ષો નિચે બેસવા માટે મજબૂર બન્યા છે.
થરાદ વિસ્તારમાં ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો છેલ્લા એક મહિનાથી મળી રહ્યો છે. હિટવેવની સ્થિતિ વચ્ચે સ્થાનિકોને પંખા કે કૂલર પણ ચાલી શકતા નથી. જેના કારણે લોકોએ પરેશાન થઈને દીવસ પસાર કરવા પડી રહ્યો છે. અનેકવાર રજૂઆતો સ્થાનિકોએ કરવા છતાં પણ તેમાં સુધારો થઈ રહ્યો નથી.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
Published on: May 25, 2024 03:58 PM
Latest Videos