Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: કોમી એકતાના ઉદાહરણ સાથે મિત્રતાને અમર કરી ગયા બે મિત્ર, અંતિમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢ્યુ

Anand: કોમી એકતાના ઉદાહરણ સાથે મિત્રતાને અમર કરી ગયા બે મિત્ર, અંતિમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢ્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 1:43 PM

રામ ધૂન અને દુઆ સાથે બન્ને મિત્રોની અંતિમયાત્રા (Funeral) પણ સાથે નીકળતા ગામ હિબકે ચઢ્યું હતુ. બંને ધર્મના લોકો અંતિમ યાત્રામાં જોડાતા ફરી કોમી એકતાના (Communal solidarity) દ્રશ્યો સર્જાયા હતા.

આણંદ (Anand) જિલ્લાના પેટલાદ તાલુકાનું સમગ્ર સુંદરા ગામ આજે હિબકે ચઢ્યું છે. જેનું કારણ છે ગામના બે મિત્રો યુસુફ અને ગોવિંદની અંતિમ યાત્રા (Funeral). ગામમાં કોમી એકતાનું (communal unity) પ્રતીક ગણાતા બન્ને મિત્રોનું ગઈકાલે માર્ગ અકસ્માતમાં મોત થયું હતુ. યુસુફ અલી સૈયદ અને ગોવિંદભાઈ ઠાકોર ખાસ મિત્રો હતા, જીવ્યા ત્યાં સુધી બંને સાથે રહ્યા, પણ મોત બાદ પણ બંનેની અંતિમયાત્રા સાથે નીકળી. ત્યારે અંતિમ યાત્રામાં બંને ધર્મના લોકો જોડાયા.

પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે મિત્રો ગઇકાલે બોરસદ-ધર્મજ રોડ પર અંજલિ હોસ્પિટલ નજીક વહેલી પરોઢિયે શાકભાજી લેવા જઇ રહ્યા હતાં. ત્યારે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રોડની સાઇડમાં ફંગોળાઈ ગઈ હતી. જેમાં યુસુફ અને ગોવિંદ બંને મિત્રોને ગંભીર ઇજાઓ થતા બંનેના મોત થયા હતા. ગઇકાલે સાંજે જ બંનેના મૃતદેહને તેમના ગામ સુંદરા ખાતે લાવવામાં આવ્યા હતા. જીવતા જીવત તો આ બંને મિત્રો સાથે રહ્યા, પણ મોતને પણ જાણે બંને મિત્રોએ સાથે વ્હાલુ કર્યુ.

ગમખ્વાર અકસ્માતમાં બંને મિત્રોના મોતની ઘટનાએ સમગ્ર ગામમાં શોકમય માહોલ બનાવી દીધો છે. રામ ધૂન અને દુઆ સાથે બન્ને મિત્રોની અંતિમયાત્રા પણ સાથે નીકળતા ગામ હિબકે ચઢ્યું હતુ. બંને ધર્મના લોકો અંતિમ યાત્રામાં જોડાતા ફરી કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા. યુસુફ અને ગોવિંદ જીવ્યા ત્યાં સુધી તો સાથે રહ્યા પણ મોત પછી પણ બંનેની અંતિમયાત્રા સાથે નીકળી.. યુસુફ અને ગોવિંદના ધર્મ ભલે અલગ હતા પણ મન મળેલા હતા.. પેટલાદના આ બંને જીગરી દોસ્ત મિત્રતાને જીવી ગયા અને અમર કરી ગયા.

આ પણ વાંચો-Kheda: ઠાસરાના જોરાબંધ ગામ મહિલાની હત્યા કરનારને નડિયાદ કોર્ટે આજીવન કેસની સજા ફટકારી

આ પણ વાંચો-Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">