દેવભૂમિ દ્વારકા : રાણ ગામે રમતા રમતા બોરવેલમાં ખાબકી બાળકી, રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું
બોરમાં બાળકી ફસાતાં બાળકીની રેસ્ક્યુ કામગીરી માટે ગાંધીનગરથી NDRFની ટીમ રવાના કરવામાં આવી છે. આ ટીમ અત્યાધુનિક સાધનો સાથે રેસ્ક્યુમાં જોડાશે. તો વડોદરાના જરોદ ખાતે પણ NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. જો જરૂર જણાશે તો રાજ્ય સરકારની સૂચના બાદ હવાઈ માર્ગે આ ટીમ પહોંચી શકે છે.
દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાં બાળકી બોરમાં ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. અઢી વર્ષની બાળકી ફળીયામાં રમતા રમતા બોરમાં પડી ગઈ હતી. હાલ દ્વારકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બાળકીને બચાવવા માટે આર્મી અને NDRFની ટીમને પણ મદદે બોલાવવામાં આવી છે. તો 108ની ટીમ પણ ઘટનાસ્થળે તૈનાત છે. બોરમાં ઓક્સિજન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો દેવભૂમિ દ્વારકા : પાકિસ્તાન મરીનની નાપાક હરકત સામે આવી, ભારતીય બોટ અને 9 માછીમારોનું કર્યું અપહરણ
8 ઈંચ પહોળાઈ અને આશરે 30 ફૂટની ઉંડાઈ ધરાવતા બોરમાં બાળકી ફસાતાં બાળકીની રેસ્ક્યુ કામગીરી માટે ગાંધીનગરથી NDRFની ટીમ રવાના કરવામાં આવી છે. આ ટીમ અત્યાધુનિક સાધનો સાથે રેસ્ક્યુમાં જોડાશે. તો વડોદરાના જરોદ ખાતે પણ NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. જો જરૂર જણાશે તો રાજ્ય સરકારની સૂચના બાદ હવાઈ માર્ગે આ ટીમ પહોંચી શકે છે.
