Aravalli : તહેવારો પહેલા રાજસ્થાનથી દારૂ ઘૂસાડવાનો પ્રયાસ ! શામળાજી બસ સ્ટેન્ડ નજીક ડમ્પરમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અરવલ્લીમાંથી ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. અરવલ્લી જિલ્લામાં તહેવારો પહેલા રાજસ્થાનથી દારુ ઘુસાડવાનો પ્રાયસ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતમાં અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે અરવલ્લીમાંથી ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. અરવલ્લી જિલ્લામાં તહેવારો પહેલા રાજસ્થાનથી દારુ ઘુસાડવાનો પ્રાયસ હાથ ધરવામાં આવ્યો છે. શામળાજી બસ સ્ટેન્ડ નજીક ડમ્પરમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસની નજર ચૂકવવા અંતરિયાળ માર્ગથી દારુની હેરાફેરી ઝડપાઈ છે. LCBએ પીછો કરીને દારૂ ભરેલા ડમ્પરને ઝડપ્યો છે. મળતી માહિતી અનુસાર ડમ્પરમાંથી 25.36 લાખની કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
વલસાડમાંથી ઝડપાયો હતો લાખો રુપિયાનો દારુ
બીજી તરફ આ અગાઉ વલસાડમાંથી પણ દારુની હેરાફેરી ઝડપાઈ હતી. વલસાડમાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. તેલના ડબ્બાના ભંગારની આડમાં ગુજરાતમાં લવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. વલસાડ સિટી પોલીસે નેશનલ હાઇવે 48 પરથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ઔરંગા નદી નજીકથી 27 લાખની કિંમતના દારૂ સાથે એક વ્યક્તિને ઝડપ્યો હતો. સંઘ પ્રદેશ દમણથી અમરેલી દારુનો લઈ જવાતો હતો.
