Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાંથી દારુની બોટલ મળી આવી, હોસ્ટેલના રુમને કરાયો સીલ, જુઓ Video
અમદાવાદના શૈક્ષણિક સંસ્થાઓ હાલમાં નશીલા પદાર્થોને લઈને ચર્ચામાં આવ્યા છે. ગાંજાના છોડ ઉગવાને લઈ મામલો ચર્ચામાં છે, ત્યાં હવે ગુજરાત વિદ્યાપીઠથી સમાચાર આવી રહ્યા છે કે દારુની બોટલ રુમમાંથી મળી આવી છે.
અમદાવાદના શૈક્ષણિક સંસ્થાઓ હાલમાં નશીલા પદાર્થોને લઈને ચર્ચામાં આવ્યા છે. ગાંજાના છોડ ઉગવાને લઈ મામલો ચર્ચામાં છે, ત્યાં હવે ગુજરાત વિદ્યાપીઠથી સમાચાર આવી રહ્યા છે કે દારુની બોટલ રુમમાંથી મળી આવી છે. પ્રાણજીવન છાત્રાલયમાં રહેલા વિદ્યાર્થીના રુમમાંથી દારુની બોટલ મળી આવી છે. રુમ નંબર 41માં દારુની બોટલ મળી આવવાને લઈ તેને વિદ્યાપીઠ પ્રશાસન દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
બહારથી પીએચડીનો વિદ્યાર્થી દારુની બોટલ લઈ આવ્યો હતો અને તેને રુમમાં રાખી હોવાનુ સામે આવ્યુ હતુ. દારુ મળવાને લઈ હવે વિદ્યાપીઠ દ્વારા વિદ્યાર્થીનુ એડમીશન રદ કરવામાં આવ્યુ છે. વિદ્યાપીઠ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વાઈસ ચાન્સલેસરે કહ્યુ હતુ કે આ શરમજનક બાબત છે.
આ પણ વાંચોઃ ST Bus માં લેપટોપની ટિકિટનો વિવાદ વકરતા નિગમે ‘ચાર્જ’ વસુલવા બાબતે પરિપત્ર બહાર પાડ્યો, જાણો કયા સામાનનુ લાગશે આખુ ભાડુ!
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Aug 08, 2023 07:01 PM
Latest Videos