કોડીનાર હાઈવે પર દેખાયો ‘સિંહ પરિવાર’, વાહનચાલકો થંભી ગયા, વીડિયો થયો વાયરલ
Lions Spotted on Kodinar Highway: લોકો કામ ધંધેથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અદભૂત દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં સિંહબાળ અને સિંહણ સાથે સિંહ પરિવાર વિચરણ કરતો જોવા મળ્યો હતો. આ મનોહર દ્રશ્ય સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું.
ગીર પંથકમાં ફરી એકવાર ડાલામથ્થાનો પરિવાર વિચરણ કરતો જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લામાં કોડીનાર શહેર નજીક એક સ્ટેટ હાઈવે પર સાવજ પરિવારના દેખાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
કોડીનારના રોણાજ રોડ પર 8 સિંહબાળ અને બે સિંહણ સાથે ભટકતા નજરે પડ્યા હતા. જેને જોઈને વાહનચાલકોએ કાર અને બાઈક તાત્કાલિક અટકાવી દીધી હતી.
સાવજોને અવરોધ કર્યા વિના પસાર થવા દીધા
આ દ્રશ્ય સાંજના સમયે નજરે પડ્યું હતું જ્યારે લોકો પરત ફરી રહ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ મોબાઇલ ફોનના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. માર્ગ પર કોઈ પણ ટ્રાફિક અવરોધ ન થવા દેવા માટે લોકોએ સાવચેતી રાખી અને સાવજોને અવરોધ કર્યા વિના પસાર થવા દીધા.
વનવિભાગ દ્વારા લોકોને હંમેશા એલર્ટ રહેવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાં સિંહોના આટાફેરાં રોજના બન્યા છે. સાવજોના આ પરિવાર સાથે ફરતા રહેવાના દ્રશ્યો ગીર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય બનતા જાય છે.
પ્રકૃતિ પ્રેમીઓ અને વન્યજીવન રસિયાઓ માટે ગીરનો અનુભવ ખાસ રહે છે, પણ સાથે સાથે સુરક્ષાનું પાલન કરવું એ પણ એટલું જ મહત્વનું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
