કુદરતના કવચ સામે જંગલના રાજા પણ લાચાર બન્યા, કાચબાએ ત્રણ વનરાજને હંફાવ્યા, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 09, 2022 | 12:54 PM

એક કાચબા (Turtles)નો શિકાર કરવા એક પછી એક ત્રણ સિંહોએ (Lion) તક અજમાવી, જો કે આ ત્રણેય સિંહને નિષ્ફળતા મળી અને કાચબો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો.

જંગલના રાજા સિંહ ખૂબ જ તાકાતવર હોય છે જેના કારણે જ સિંહ જંગલ પર વર્ચસ્વ કરતો હોય છે. જો કે આ જ જંગલનું નાનકડુ પશુ જંગલને હંફાવી દે તો..આવી જ ઘટના સાસણગીર (Sasangir) ના જંગલ (Forest)માં જોવા મળી છે. એક કાચબા (Turtles)નો શિકાર કરવા એક પછી એક ત્રણ સિંહોએ (Lion) તક અજમાવી, જો કે આ ત્રણેય સિંહને નિષ્ફળતા મળી અને કાચબો પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. જેનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જંગલમાં દરેક દિવસ ખાસ હોય છે. જંગલમાં અનેક એવી ઘટનાઓ બને છે,જેનાથી માનવજાત કાયમ માટે અજાણ રહે છે. સાસણના ગીર જંગલનો આવો જ એક દુર્લભ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક કાચબાએ તેના શિકાર માટે આવેલા ત્રણ ત્રણ સિંહને હંફાવી દીધા. વનરાજાએ રઝળપાટ કરતા એક કાચબાને ઝડપી લીધો હતો અને તેને ભોજન બનાવવાનું મન બનાવી લીધુ હતુ. જંગલના રાજા સિંહને એમ હશે કે હમણાં ગણતરીની પળોમાં તો કાચબાનો ખેલ ખલાસ કરી દઈશ. જો કે તેમ ન બન્યુ.

સિંહ કાચબાને હાથમાં લઈને કોળિયો બનાવવા માટે ભારે ઝઝૂમ્યો. કાચબાના કવચને ખોલવાનો સિંહનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. એટલું જ નહીં એક વનરાજાએ તો કાચબા પર ચડી જઈને તેને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો. કમલેશ્વર ડેમ પાસે એક પછી એક 3 સિંહે કાચબાને શિકાર બનાવવા ભારે મહેનત કરી.પરંતુ તમામ સિંહને નિષ્ફળતા મળી અને થોડીવાર બાદ કાચબો ધીમા પગલે નજીકના પાણીમાં જઈને જીવ બચાવવામાં સફળ રહ્યો.

કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, કાચબાને કુદરતે આપેલા સુરક્ષા કવચ સામે જંગલના રાજાનું પણ કઇ ન ચાલ્યુ, કાચબાને શિકાર બનાવવાના ઇરાદે નીકળેલા ત્રણેય સિંહને નિરાશા સાથે પાછુ ફરવુ પડ્યુ.

આ પણ વાંચો-

Ahmedabad સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 49 આરોપીઓને આજે કોર્ટ સંભળાવશે સજા

આ પણ વાંચો-

Dang: ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓનો ધસારો વધ્યો