આજનું હવામાન : ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી, આ તારીખ પછી ભારે વરસાદની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળશે. તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. જોકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળશે. તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. જોકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. તો આજથી 12 ઓગ્સટ સુધી માછીમારો માટે કોઈ જ સૂચના નથી. જોકે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો વરસાદી વિરામ વચ્ચે ગરમીના પ્રકોપની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ પણ છે.
અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. આજે 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે.આ જ સિસ્ટમ 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

