આજનું હવામાન : નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા ! ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.ચોમાસાની વિદાઈ થઈ રહી છે તે વચ્ચે હવામાન વિભાગે છેલ્લા 5-6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે.ચોમાસાની વિદાઈ થઈ રહી છે તે વચ્ચે હવામાન વિભાગે છેલ્લા 5-6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરી છે.હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેની આગાહી કરી દીધી છે.
જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.19થી લઈને 21 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.તો નવરાત્રીમાં પણ વરસાદી ઝાપટા પડવાના એંધાણ છે.જો કે નવરાત્રીના પાછલા ભાગ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે
ઉલ્લેખનીય છે કે હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલી એક સિસ્ટમને કારણે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.19થી લઈને 21 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
