આજનું હવામાન : ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જો કે ગુજરાત પર એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી કેટલાક દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જો કે ગુજરાત પર એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી કેટલાક દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ પડી શકે છે. તો સ્થિતિને જોતા આગામી 4 દિવસ એટલે કે 6 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઓગસ્ટ માસમાં વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તો રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુંસાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

