આ વર્ષે રથયાત્રામાં વરસાદ પડશે, ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી

આ વર્ષે રથયાત્રામાં વરસાદ પડશે, ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી

| Edited By: | Updated on: Jun 23, 2025 | 5:45 PM

ગુજરાતમાં આગામી 27મી જૂનના રોજ વિવિધ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાતુ હોય છે. મોટા ભાગે રથયાત્રા દરમિયાન અમિછાંટણા થતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભગવાનના રથને વરૂણદેવ વરસીને વ્હાલ કરશે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જામે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે, આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. આજે 23 જૂનના રોજ અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજૂ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 24 થી 27 જૂન ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં આગામી 27મી જૂનના રોજ વિવિધ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાતુ હોય છે. મોટા ભાગે રથયાત્રા દરમિયાન અમિછાંટણા થતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભગવાનના રથને વરૂણદેવ વરસીને વ્હાલ કરશે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો