રાજકોટ વીડિયો : 10 દિવસથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આટાંફેરા, લોકોમાં ભયનો માહોલ
રાજકોટમાં છેલ્લા 10 દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ પાસે દીપડો દેખાયો હોવાનો દાવો છે. દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં ટીમે તપાસ હાથ ધરી છે.
રાજકોટના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. જો કે વન વિભાગને જાણ કરાયા છતા હજુ સુધી વન વિભાગને તેનું લોકેશન નથી મળી રહ્યુ. વન વિભાગ હજુ પણ દીપડાની શોધખોળ કરવામાં લાગ્યુ છે. દીપડો હજુ પણ ન પકડાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં છેલ્લા 10 દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ પાસે દીપડો દેખાયો હોવાનો દાવો છે. દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં ટીમે તપાસ હાથ ધરી છે. છેલ્લા 10 દિવસથી વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ છે. દરરોજ દીપડાના લોકેશન મળી રહ્યા છે પરંતુ દીપડો મળી રહ્યો નથી, સ્થાનિકો દીપડો જલ્દી પકડાય તેવી માગ કરી રહ્યા છે.
Latest Videos
Latest News