Valsad : વલસાડના કોસ્ટલ હાઈવે વિસ્તારમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી આતંક મચાનાર દીપડો પાંજરે પુરાતા લોકોને હાશકારો થયો છે. કોસ્ટલ હાઈવે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાએ આતંક મચાવ્યો હતો, જેને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને વન વિભાગ દીપડાને પાંજરે પુરી તેવી લોકો માગ કરી રહ્યાં હતા. જેથી દીપડાને પકડવા વન વિભાગની ટીમે ભદેલી ગામમાં પાંજરૂ મુક્યું હતું. આખરે દીપડો ભદેલી ગામમાં પાંજરે પુરાયો હતો. હાલ વન વિભાગની ટીમે દીપડાને વનમાં છોડવાની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો : Valsad Video : તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન, GSTના બિલ સહિત તમામ સામાનની તપાસ
તો બીજી તરફ અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે બાળકીનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે. સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારના આંટા ફેરા જોવા મળતા હોય છે. જો કે તેમના દ્વારા માનવ પર હુમલો કરવામાં આવે તેવી ઘટના બનતી નથી હોતી. જો કે બગસરામાં બનેલી આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.