Valsad : કેમિકલ ભરેલા ટેન્કરે મારી પલટી, ભેંસોનું ટોળું હાઇવે પર આવી જતા બની ઘટના, જુઓ Video
વલસાડ ખાતે વાપી હાઇવે પર ટેન્કરે પલટી મારી હોવાનો બનાવ બન્યો છે. ટેન્કર પલટી મારતા કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. મહત્વનુ છે કે ભેંસોનું ટોળું હાઇવે પર આવી જતા આ સમગ્ર ઘટના બની હતી.
વલસાડના વાપીમાં આજે કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી ખાઇ ગયું. ટેન્કર પલટી ખાઇ જતા કેમિકલ રસ્તા પર ઢોળાઇ ગયું. ભેંસોનું ટોળું ટેન્કર સામે આવી જતા ચાલકે કાબૂ ગુમાવ્યો, જેથી અકસ્માત સર્જાયો હતો.
આ સમગ્ર ઘટના વાપીના નેશનલ હાઇવે 48 પર બની. રસ્તા પર કેમિકલ ઢોળાઇ જતા રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે, ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂ કરી અને રસ્તા પરથી કેમિકલ હટાવ્યું. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નથી થવા પામી.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ વિવાદમાં, વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને હાઇકોર્ટમાં પડકાર
ઉલ્લેખનીય છે, રસ્તા પર ઢોર છોડી દેવા વાહન ચાલકો માટે જોખમી બની શકે છે. પશુપાલકોએ પોતાના પશુઓને સાચવવા જરૂરી છે, તો વાહન ચાલકોને પણ તકેદારી રાખવી જરૂરી છે.
Latest Videos
Latest News