રાજકોટમાં સફેદ દૂધના કાળા કારોબારનો પર્દાફાશ, LCB એ બે શખ્શની કરી અટકાયત

|

Aug 16, 2022 | 1:22 PM

દૂધમાં પાવડર (Milk Powder) સહિતની ચીજવસ્તુઓની ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે, હાલ નમૂના લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં (Rajkot News) ફરી એકવાર નકલી દૂધનો પર્દાફાશ થયો છે.શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પરથી LCB એ 4 હજાર લીટરનો જથ્થો ઝડપી પાડ્યો છે.હાલ LCB એ  (Rajkot LCB) નકલી દૂધ સાથે બે લોકોની અટકાયત કરી છે. દૂધમાં પાવડર (Milk Powder) સહિતની ચીજવસ્તુઓની ભેળસેળ હોવાનો ખુલાસો થયો છે.હાલ નમૂના લઇને તપાસ હાથ ધરવામાં આવી છે.

લોકોના સ્વાસ્થય સાથે ચેડા….!

કાળોકારોબાર લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તો રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, આ પ્રકારના દૂધનો આહાર લેવાથી ગંભીર રોગનો શિકાર બની શકાય છે. કેટલાક કેમિકલના ઉપયોગથી કેન્સર (Cancer) સુધીના રોગ થવાની પણ શક્યતા છે. મહત્વનું છે કે, દૂધનો આહાર તમામ લોકો દ્વારા લેવામાં આવતો હોય છે. .આ પહેલા પણ રાજકોટમાંથી (Rajkot City) દૂધનો કાળો કારોબાર સામે આવ્યો હતો.ઉપલેટામાં દૂધ ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવતુ હતુ.પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વાહન સાથે બનાવટી દૂધ ઝડપી લીધું હતુ. 1 વર્ષથી આ રીતે દૂધ આવતું હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે કહ્યું કે, આ પ્રકારનો કાળોકારોબાર 1 વર્ષ અગાઉથી ચાલી રહ્યો હતો.

રોજિંદા જીવનમાં દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે લોકો લેતા હોય છે. તો વળી બાળકોને દિવસ દરમિયાન બે વાર દૂધ પીવાનો આગ્રહ કરાતો હોય છે. તો ખરેખર જે દૂધ ખાવામાં લેવામાં આવે છે તે શુદ્ધ છેકે નહીં તે જાણવું પણ જરૂરી છે. પરંતુ, કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા દૂધના વેચાણમાં ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.

Next Video