ગાંધીનગર વીડિયો : ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચનારાઓની ખેર નથી, પોલીસ અત્યારથી જ છે એક્શન મોડમાં

|

Dec 02, 2023 | 3:10 PM

ઉત્તરાયણ માટે પતંગ અને દોરી બનાવવાની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ત્યારે ઉતરાયણ પર્વમાં પ્રતિબંધિત વસ્તુ ન વેચાય તે માટે તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના DGએ મહત્વના આદેશ કર્યા છે.

ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવતો હોય છે. ઉત્તરાયણ માટે પતંગ અને દોરી બનાવવાની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ત્યારે ઉતરાયણ પર્વમાં પ્રતિબંધિત વસ્તુ ન વેચાય તે માટે તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના DGએ મહત્વના આદેશ કર્યા છે.

આ પણ વાંચો- નર્મદા અને ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રજાજનોના લાભ માટે વિશેષ આયોજન હાથ ધરાયા

હવે ચાઇનીઝ દોરી અને ટુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવાયો છે. NGTના આદેશ મુજબ વેપારીઓ આવી કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ નહીં વેચી શકે.. જેને લઇ DGએ રાજ્યના તમામ કમિશનર તેમજ SPને પરિપત્ર જાહેર કર્યો છે અને સમયાંતરે દરોડા સહિત તપાસની સૂચના આપી છે. ઉતરાયણ પર્વને લઇ બજારમાં પ્રતિબંધિત વસ્તુ ન પહોંચે. તે માટે તકેદારી રાખવા આદેશ કર્યા છે. મહત્વનું છે કે વર્ષ 2022ની PILના નિકાલ સમયે HCએ નવેમ્બરના અંત સુધી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video