AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા અને ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રજાજનોના લાભ માટે વિશેષ આયોજન હાથ ધરાયા

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં સઘન પોલીયો સ્ટીયરીંગ કમીટીની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી તા.10 ડિસેમ્બર 2023 ના રોજ સમગ્ર જિલ્લામાં યોજાનાર “સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે” અંતર્ગત સઘન પલ્સ પોલીયો રાઉન્ડ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

નર્મદા અને ડાંગ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા પ્રજાજનોના લાભ માટે વિશેષ આયોજન હાથ ધરાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2023 | 2:41 PM
Share

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં સઘન પોલીયો સ્ટીયરીંગ કમીટીની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી તા.10 ડિસેમ્બર 2023 ના રોજ સમગ્ર જિલ્લામાં યોજાનાર “સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે” અંતર્ગત સઘન પલ્સ પોલીયો રાઉન્ડ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.બીજી તરફ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ ડાંગમાં ૩૦મી નવેમ્બર સુધી ૬૪ ગામોને લાભાન્વિત કર્યા છે. ૭૪૩૬ લોકોની આરોગ્ય ચકાસણી સાથે ૧૬૭૦ પશુપાલકોના ૩૪૫૦ પશુઓની સારવાર હાથ ધરાઈ હતી.

ડાંગમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’  હેઠળ 64 ગામના લોકોને લાભ અપાયો

દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો અને તેની જાણકારી વંચિતો સુધી પહોંચાડવાના હેતુથી એક અભૂતપૂર્વ પહેલ કરતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત તા.૧૫ મી નવેમ્બર ને ‘જનજાતીય ગૌરવ દિવસથી, ઝારખંડના ખૂંટીથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની શરૂઆત કરી છે.

સરકારની મુખ્ય યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરી તેમને સશક્ત બનાવવા માટે આરંભાયેલી આ યાત્રાનો હેતુ, વ્યાપક જનજાગૃતિ લાવવા સાથે કલ્યાણ કાર્યક્રમોનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે.

સરકારની વિવિધ યોજનાઓનો સંદેશ લઈને ખાસ તૈયાર કરાયેલી આઈ.ઈ.સી. વાનના સાન્નિધ્યે અનેકવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી, આરોગ્ય કેમ્પ, પશુ મેળાઓ, માહિતીપ્રદ સ્ટોલ્સ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે જનજાગૃતિ કાર્યક્રમો, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ ના વિકસિત ભારતના સ્વપ્નને દર્શાવતી ફિલ્મનું નિદર્શન, પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતી ‘ધરતી કરે પુકાર’ ફિલ્મ નિદર્શન જેવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

દરમિયાન ડાંગ જિલ્લામાં પણ તા.૧૫ નવેમ્બરથી બે રથો સાથે પ્રારંભાયેલી આ યાત્રા દરમિયાન અત્યાર સુધી ૬૪ ગામોમાં આ યાત્રા પહોંચી છે, જયાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, જાગૃત અને બુદ્ધિજીવી નાગરિકોએ યાત્રામાં જોડાઈને, ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે. અત્યાર સુધી આ યાત્રામાં ૧૬ હજાર ૮૯૮ થી વધુ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.

નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સઘન પોલીયો સ્ટીયરીંગ કમીટીની સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 0 થી 5 વર્ષનું એક પણ બાળક પલ્સ પોલીયો રસીકરણથી વંચિત ન રહે તેમજ 100 ટકા કામગીરી થાય એ અંગે સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

બેઠકમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવાએ સમીક્ષા દરમિયાન જણાવ્યું કે, બાળકો પોલીયો મુક્ત રહે તે માટે રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા. ૧૦ મી ડિસેમ્બર, ૨૦૨૩ ને રવિવારના રોજ ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે પલ્સ પોલીયોની રસીકરણ અભિયાનનો પ્રારંભ થનાર છે. જેમાં ૨૩૪ પોલીયો બુથ પર જિલ્લામાં અંદાજીત ૧.૩૦ લાખ ઘર ૪૭,૩૦૧ જેટલા બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાશે. ૨

૯ મોબાઈલ અને ટ્રાન્ઝીટ ટીમ, ૪૮ જેટલી ટીમ સુપરવાઇઝરો આ અભિયાનમાં જોડાશે. જેમાં બુથ રસીકરણ, ઘર ઘર રસીકરણ, ટ્રાન્ઝીટ અને મોબાઈલ ટીમ દ્વારા વર્ષ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસીકરણમાં આવરી લેવાશે.

આ બેઠકમાં પ્રોબેશનરી (IAS) પ્રતિભા દહિયા, નાંદોદ અને દેડિયાપાડા પ્રાંત અધિકારી કે. ડી. ઇટાલીયા અને ડી. આર. સંગાડા, જિલ્લા એપીડેમિક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ કશ્યપ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, જિલ્લા શિક્ષણાધિકા જયેશભાઇ પટેલ, ચીફ ઓફીસર રાહુલભાઇ ઢોડીયા, મામલતદાર સહિત તમામ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીઓ, CDPO સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">