6 દિવસના રિમાન્ડ પર ચંડોળાનો ભૂમાફિયા લલ્લા બિહારી, મોટા ખુલાસાની શક્યતા- જુઓ Video

6 દિવસના રિમાન્ડ પર ચંડોળાનો ભૂમાફિયા લલ્લા બિહારી, મોટા ખુલાસાની શક્યતા- જુઓ Video

| Updated on: May 03, 2025 | 7:26 PM

અમદાવાદના કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચંડોળામાં થયેલા મેગા ડિમોલિશન દરમિયાન નાસી છૂટેલા અને બાદમાં ઝડપાયેલા અમદાવાદના કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

રિમાન્ડ દરમિયાન પોલીસે લલ્લા બિહારીના ગોરખધંધાની તપાસ કરવાની તૈયારી કરી છે. ખાસ કરીને તેણે કેવી રીતે બોગસ દસ્તાવેજો બનાવ્યા, ખોટા પુરાવાઓ ઊભા કર્યા અને જમીનો પર ગેરકાયદે કબજો મેળવ્યો તેની તપાસ કરવામાં આવશે. આ સાથે જ તેની સાથે કોણ કોણ જોડાયેલું છે તેની પણ શોધખોળ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, પોલીસ લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ બંનેની સંયુક્ત પૂછપરછ કરશે. પોલીસનું કહેવું છે કે, લલ્લા બિહારીના પાસેથી મોબાઇલ મળ્યો નથી એવામાં તેનો મોબાઈલ ક્યાં ગયો, તેને મોબાઈલ ક્યાં છૂપાવ્યો વગેરે જેવા મુદ્દાઓને તપાસ કરવાનું કામ હાથ પર લેવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 03, 2025 07:25 PM