આજે દેશ અને રાજ્યના દરેક કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ધુમ-ધામ ઉજવણી થઈ રહી છે..ત્યારે પર કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તોની ભીડ જામી છે..મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન માટે ઉમટ્યા છે..વહેલી સવારે 6 વાગ્યા ભગવાન દ્વારકાધીશને મંગળા આરતી ઉતારવામાં આવી હતી..જે બાદ સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા દરમિયાન મંગળા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.. જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને દ્વારકામાં ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
લાખોની સંખ્યામાં આવનારા ભક્તોની સુરક્ષા માટે પોલીસ, હોમગાર્ડ્સ અને SRPની ટીમો તૈનાત કરવામાં આવી છે.પોલીસના સુરક્ષા બંદોબસ્તમાં 7 DySP, 90 જેટલા પોલીસ અધિકારી, 1,650 જેટલા પોલીસકર્મી ઉપરાંત હોમ ગાર્ડના જવાનો સુરક્ષામાં તૈનાત છે. ખાસ કરીને ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ પોઈન્ટ પર પોલીસ જવાનો તૈનાત છે.સુરક્ષાના ભાગરૂપે મંદિર અને તેની આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સીસીટીવીની મદદથી પણ પોલીસનું સઘન મોનિટરિંગ છે. આઈજી રેન્જ હેઠળના 4 જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભવ્ય રીતે ઊજવવામાં આવશે. જગત મંદિરને કલાત્મક રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે, જે દસ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તોની ભારે ભીડ જામી છે. દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો આતુર બન્યા છે. તો તંત્રએ પણ ભક્તોના ધસારાને ધ્યાને રાખીને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ક્રાઉડ કંટ્રોલ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કીર્તિસ્તંભ થી 56 સીડીથી પ્રવેશ કરી દર્શન બાદ મોક્ષ દ્વારેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Input Credit- Jignasa Kalani- Dwarka