Rain News : બનાસકાંઠાના લખાણી અને થરાદમાં ખાબક્યો વરસાદ, જુઓ Video

Rain News : બનાસકાંઠાના લખાણી અને થરાદમાં ખાબક્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 15, 2025 | 1:43 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના લખાણી અને થરાદ તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. લાખણી અને થરાદમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના લખાણી અને થરાદ તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો છે. લાખણી અને થરાદમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. લાખણી તાલુકાના ગામ વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરેલા પાકને નુકસાનની ભીતિ છે. થરાદમાં ભાભર-મીઠા હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે. સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ

રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મહેર વરસાવી છે. કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે.નર્મદાના ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો