Kutch: ભુજમાં હેલ્મેટ જાગૃતિ માટે પોલીસનો અનોખો પ્રયાસ, જુઓ Video

|

May 24, 2023 | 9:11 AM

પોલીસ જવાનોએ વાણીયાવાડ વિસ્તારમાં સંગીતના તાલે હેલ્મેટ પહેલી ગરબા રમ્યા હતા અને લોકોને હેલ્મેટ સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા. ભુજ સહિત સમગ્ર કચ્છમાં આ પ્રકારે રેલી યોજી જાગૃતિ ફેલાવાઇ હતી

સમગ્ર રાજ્યમાં હાલ હેલ્મેટ(Helmet )જાગૃતિ સાથે વિવિધ ટ્રાફિક(Traffic) નિયમોની જાગૃતિ માટે પોલીસ દ્રારા પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે અકસ્માત સમયે લોકોની સુરક્ષા માટે જરૂરી એવા હેલ્મેટ પહેરવા લોકો જાગૃત બંને તે માટે કચ્છ પોલીસ દ્રારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. પચ્છિમ કચ્છ જીલ્લા પોલીસ વિભાગ દ્રારા હેલ્મેટ જાગૃતિ અંગે સમગ્ર પચ્છિમ કચ્છ જીલ્લામાં રેલીનું આયોજન કરાયું હતુ.

જેમાં દયાપર,અબડાસા,ભુજ સહિત અનેક જગ્યાએ પોલીસે અનોખી રીતે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ભુજમાં વાણીયાવાડ વિસ્તારમાં પોલીસે ગરબા(Garba) રમી જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો.જેમાં વિવિધ બેનર અને શાળાના બાળકો સાથે રેલી સમગ્ર ભુજ શહેરમાં ફરી હતી જેમાં પચ્છિમ કચ્છ જીલ્લા પોલીસવડા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોલીસ જવાનોએ વાણીયાવાડ વિસ્તારમાં સંગીતના તાલે હેલ્મેટ પહેલી ગરબા રમ્યા હતા અને લોકોને હેલ્મેટ સુરક્ષા અંગે જાગૃત કર્યા હતા. ભુજ સહિત સમગ્ર કચ્છમાં આ પ્રકારે રેલી યોજી જાગૃતિ ફેલાવાઇ હતી. એસ.પી પચ્છિમ કચ્છ સોરંભસિંગે રોડ અકસ્માત સમયે હેલ્મેટની ઉપયોગીતા અંગે જણાવી લોકોને તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ રેલી સ્કુલના બાળકો, પોલીસ જવાનો બેનરો સાથે સમગ્ર ભુજ અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video