AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોથળામાંથી બિલાડું નીકળ્યું: પૂર્વ કચ્છ SP એ કહ્યું ચૂંટણી પરિણામમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા જ નથી, જાણો વિગત

કોથળામાંથી બિલાડું નીકળ્યું: પૂર્વ કચ્છ SP એ કહ્યું ચૂંટણી પરિણામમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા જ નથી, જાણો વિગત

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:40 AM

એસ.પી. મયુર પાટિલે કહ્યું કે વીડિયોમાં પાકિસ્તાન જીંદાબાદના નારા નથી લગાવાયા. પણ વિજેતા ઉમેદવાર રાધુભાઇ ઝિંદાબાદના નારા લાગ્યા છે.

Kutch: કચ્છના અંજારના દુધઇ ગામની ચૂંટણીમાં સરપંચના વિજય સરઘસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા અંગે પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટરે સ્પષ્ટતા કરી છે. એસ.પી. મયુર પાટિલે કહ્યું કે વીડિયોમાં પાકિસ્તાન જીંદાબાદના નારા નથી લગાવાયા. પણ વિજેતા ઉમેદવાર રાધુભાઇ ઝિંદાબાદના નારા લાગ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે વીડિયો ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે.

સાથે જ એસપીએ કહ્યું કે ખોટી માહિતી સાથે વીડિયો વહેતો કરનાર સામે યોગ્ય કાર્યવાહી થશે. મહત્વનું છે કે પાકિસ્તાન જીંદાબાદના નારા લાગતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠન સહિતના લોકોએ યોગ્ય તપાસની માંગ કરી હતી.

જણાવી દઈએ કે કચ્છના ભચાઉ તાલુકાના દુધઇ ગામમાં ચૂંટણીના વિજય સરઘસમાં પાકિસ્તાન જીંદાબાદના નારાની ઘટનાને કચ્છના હિંદુ સંગઠન અને સંતોએ દુખદ ગણાવી હતી.  સાથે આ ઘટનાની યોગ્ય તપાસની માગ કરવામાં આવી હતી, અને ઘટનામાં દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરાઇ હતી.

તો કચ્છ જિલ્લામાં 4 ગામનો સમન્વય ધરાવતી દુધઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ઉમેદવારોની પેનલ વચ્ચે યોજાયો હતો. 4200ના મતદાન ધરાવતા દુધઈ પટ્ટીના આ મહત્વના ગામે ગઈકાલે સાંજે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. જેમાં રીનાબેન રાધુભાઈ કોઠીવારને 1026 મત મળતા વિજેતા જાહેર થયા હતા. જેના બાદ જીતની ઉજવણી કરતા તેમના સમર્થકો મતદાન મથકની ભીડ વચ્ચેથી નીકળ્યા હતા. આ દરમિયાન તેમાંથી નારા લગાવવામાં આવ્યા હતા. અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

 

આ પણ વાંચો: Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 23 ડિસેમ્બર: આજે ઘરના કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થશે, મુલાકાત સફળ થશે

g clip-path="url(#clip0_868_265)">