Kutch: સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ભાવોમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાના વધારાની જાહેરાત, જુઓ Video

|

May 27, 2023 | 9:24 PM

સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરી છે. ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ અંતિમ ભાવો અલગથી મળવા પાત્ર છે.

આકરા ઉનાળા વચ્ચે કચ્છની સૌથી મોટી સરહદ ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર 7 ફેટના દૂધના રૂપિયા 1.40 પૈસા પ્રતિ લિટર વધારે મળતા થશે જે પ્રતિ લિટર 56 રૂપિયા જેટલી થાય છે.

ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ અંતિમ ભાવો અલગથી મળવા પાત્ર છે. પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાના વધારા ભાવ 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે જેનાથી પશુપાલકોને અંદાજીત માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે અને સરહદ ડેરીને ભારણ પડશે. આ ભાવો આગામી 1 જૂનથી લાગુ થશે.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યુ હતું કે ભુજ ખાતે માનનીય સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના નવા વરાયેલ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ તમામ ધારાસભ્યો દ્વારા ભાવ વધારા માટે જરૂરી સૂચન કરવા સાથે ઉનાળાની સિઝન અને ઘાસચારા તેમજ પશુ આહારના વધી રહેલ ભાવોનું સરખામણીએ ભાવ વધારવા જરૂરી બન્યું છે.

આ પણ વાંચો : ભૂજની ગીતા માર્કેટમાં ક્લોરિનનો સિલિન્ડર લીકેજ, ત્રણ લોકોને ગંભીર રીતે અસર, જુઓ CCTV

દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા તેમજ મંડળીઓની સહકાર સમિતિના સૂચનો ભાવ વધારા માટે મળ્યા હતા જે પશુપાલકોની માંગણીને ધ્યાને લઈ અને સરહદ ડેરી દ્વારા 20 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી અને પશુપાલકોના હિતનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગળ પણ પશુપાલકોના હિતને ધ્યાને રાખી સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી 1 તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવ્યુ હતુ.

કચ્છ જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video