Kutch : અદાણી ગ્રીન પાવર વિરુદ્ધ કિસાન સંઘનો મોરચો, ખેડૂતને માર મારવાની ઘટના વખોડી

ભારતીય કિસાનસંઘના આગેવાનોએ નખત્રાણામાં સભા બાદ રેલી યોજી અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. નખત્રાણામાં મહિલા ખેડૂત પર થયેલા હુમલા અને મંજૂરી વગર વીજ લાઈન નાંખવાની ઘટનાને કિસાનસંઘે વખોડી કાઢી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:43 PM

કચ્છના(Kutch)  નખત્રાણા તાલુકાના સુખપરરોહા ગામે અદાણી ગ્રીન એનર્જીના(Adani Green Enerrgy)  કર્મચારીઓએ ખેડૂતોને માર મારવાની ઘટના બનતા કિસાનસંઘ મેદાને(Kisan Sangh)  આવ્યું છે. ભારતીય કિસાનસંઘના આગેવાનોએ નખત્રાણામાં સભા બાદ રેલી યોજી અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. નખત્રાણામાં મહિલા ખેડૂત પર થયેલા હુમલા અને મંજૂરી વગર વીજ લાઈન નાંખવાની ઘટનાને કિસાનસંઘે વખોડી કાઢી છે.કિસાનસંઘે ચીમકી આપી કે ખેડૂતો પર દબાણ કરીને વીજ લાઈનનું કામ થશે તો ઉગ્ર કાર્યક્રમ આપીશું. આ સમગ્ર કેસમાં કિસાનસંઘના દબાણ બાદ અદાણીના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે.

પોલીસની બીક વગર કંપનીની દાદાગીરીનો વધુ એક કિસ્સો

ઉલ્લેખનીય છે કે, કચ્છ વિન્ડ એનર્જીનુ હબ બની રહ્યુ છે. કચ્છના નખત્રાણા,માંડવી સહિત અનેક વિસ્તારોમાં વિવિધ કંપનીઓ હાલ પવનચક્કી તથા તેની લાઇનો નાંખવામા વ્યસ્ત છે. જો કે આ વિકાસ સાથે ખેડુતો સાથેના ધર્ષણના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. જો કે તંત્ર અને પોલીસની બીક વગર કંપનીની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 18 તારીખે બનેલા આ બનાવમા અંતે અદાણી ગ્રીન પાવર કંપનીના એ કામદારો સામે નખત્રાણા પોલિસ મથકે વિવિધ ફરીયાદ નોંધાઇ છે. કંપનીના જવાબદારો દ્રારા ખેડુતની પુર્વ મંજુરી વગર તેના ખેતરમાં તોડી પ્રવેશ કરવા સાથે વિરોધ કરતા એક મહિલા સહિત ખેડુતને માર મારવાની ફરીયાદ છે. નખત્રાણા પોલીસે બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.

લાઇન નાંખવા ખેડુત સહમત ન હતા

નખત્રાણા તાલુકાના સુખપર(રોહા)ગામના મહિલા ભાવના પીડોરીંયાનો પરિવાર નખત્રાણાના વરમસેડા વિસ્તારમાં વાડી ધરાવે છે. 18 તારીખે અદાણી ગ્રીન પાવર કંપનીનુ વિજલાઇન નાંખવાનુ કામ કરતા લોકો વાડીએ પહોચ્યા હતા. અને કોઇ મંજુરી કે કરાર વગર લાઇન નાંખવાનુ શરૂ કર્યુ હતુ. જેને લઇને ખેડુત પરિવારે વિરોધ નોંધાવી મંજુરી સહિતના આધારો માંગયા હતા. જેના બદલામા કંપનીના કામદારો લાજવાના બદલે ગાજ્યા હતા અને ઉપસ્થિત મહિલા સહિત તેના પરિવારના અન્ય સભ્યોને માર પણ માર્યો હતો.

આ પણ વાંચો :  Bhavnagar: કચરો ઉઠાવનાર વાહનચાલકોની મનમાનીનો અંત આવશે, મહાનગરપાલિકાએ આ ઉપાય શોધી કાઢ્યો

આ પણ વાંચો :  ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી અધધ વીજ વપરાશ, એક વર્ષમાં ખેત કનેક્શનના વીજ વપરાશમાં આટલા યુનિટ વધ્યા

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">