AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar: કચરો ઉઠાવનાર વાહનચાલકોની મનમાનીનો અંત આવશે, મહાનગરપાલિકાએ આ ઉપાય શોધી કાઢ્યો

મહાનગરપાલિકા રૂપિયા 25 લાખના ખર્ચે ટીપર વાહનોમાં  જીપીએસ સિસ્ટમ લગાવવાની સાથે મહાનગરપાલિકામાં જીઆઇએસ રૂમમાં સેન્ટર બનાવવા આવશે જ્યાં બેઠા બેઠા જ ટીપર વાહનની તમામ વિગત લાઈવ જોવા મળી રહેશે

Bhavnagar: કચરો ઉઠાવનાર વાહનચાલકોની મનમાનીનો અંત આવશે, મહાનગરપાલિકાએ આ ઉપાય શોધી કાઢ્યો
ભાવનગરમાં ટીપર વાહનોમાં જીપીએસ સિસ્ટમ લાગશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 6:25 PM
Share

ભાવનગર (Bhavnagar) માં જનતા કરોડો રૂપિયાનો સફાઈ કર અને યૂઝર ચાર્જ ભરવા છતાં સમયસર કચરો ઉપાડવા વાહન નથી આવતું. વાહન આવે છે તો ઊભું નથી રહેતું, એવી ફરિયાદ ભૂતકાળ બનશે. એજન્સીઓ સાથે મિલીભગત કરતા તંત્રવાહકોની પોલ ખુલી જાય અને ફરજિયાત કચરો ઉપાડવા ટીપર વાહન (tipper vehicles) એ જવું જ પડે તેવી જીપીએસ (GPS)  સિસ્ટમ સાથે મહાનગરપાલિકા (Municipal Corporation) જીઆઈએસ સેન્ટર રૂમ બનાવશે, જેમાં બેઠા-બેઠા વાહનોનું લોકેશન જોઈ શકાશે. જેનાથી અધિકારીઓની મિલીભગત બંધ થશે, કોન્ટ્રાક્ટરોએ કામ કરવું પડશે, પ્રજાના પૈસા વસુલ થશે.

ભાવનગરમાં દૈનિક 225 ટન કચરો એકત્ર થાય છે. 13 વોર્ડમાં જૂદા જૂદા 110 ટીપર વાહનો દોડે છે. સાત ટ્રેક્ટર (ચાર બીએમસીના ત્રણ કોન્ટ્રાક્ટરના) બે ટ્રક જેસીબી દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેમ્પલ બેલ્સ પાછળ મહિને રૂ 45થી 50 લાખનો ખર્ચ કરે છે. પરંતુ ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

અત્યારે લોકો તરફથી ફરિયાદો આવી રહી છે કે ઘણા વિસ્તારોમાં વાહન જતું નથી, તો ક્યાંક સમય કરતાં મોડુ જાય છે, તો અમુક જગ્યાએ વાહન ઊભું રહેતું નથી. જોકે આવા પ્રકારની ફરિયાદો આગામી સમયમાં ભૂતકાળ બની જશે, કારણ કે મહાનગરપાલિકા રૂપિયા 25 લાખના ખર્ચેટીપર વાહનોમાં  જીપીએસ સિસ્ટમ લગાવવાની સાથે મહાનગરપાલિકામાં જીઆઇએસ રૂમમાં સેન્ટર બનાવવા આવશે જેથી સેન્ટર રૂમમાં બેઠા બેઠા જ ટીપર વાન કયા રૂટ પર કેટલો સમય રોકાયું તે તમામ વિગત લાઈવ જોવા મળી રહેશે.

આ સિસ્ટમ શરૂ થયા બાદ ટીપર વાહનના ચાલકોને મનમાની કરવી ભારે પડશે, કારણકે જે સિસ્ટમ લાગુ પડશે તેમાં ટીપર વાહનની એજન્સીને આપેલા કોન્ટ્રાક વખતે ટેન્ડરની શરતો પ્રમાણે સિસ્ટમ ઓટો જનરેટ થશે, જેથી ટેન્ડરની શરતો પ્રમાણે વાહન રૂટ પર નહીં ચાલે તો પણ ઓટોમેટીક પેનલ્ટી નોટિસ ઇસ્યુ થશે, જેથી એજન્સીને છાવરતા કર્મચારીઓની લાલિયાવાડી પણ બંધ થશે.

આધુનિક સુવિધા સાથે સેન્ટર રૂમ ચાલુ નહીં કરવા માટે પણ અમુક બાબુએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ પ્રજાના હિતમાં કમિશનર અને મેયર દ્વારા પ્રોજેકટને લીલી ઝંડી આપી દીધી છે. જેથી ટૂંક સમયમાં કોર્પોરેશન અને તેમજ વેરો ભરતી પ્રજાજનોને પુરતું વળતર મળી શકશે તેવું હાલ લાગી રહ્યું છે.

જીપીએસ સાથે સેન્ટર શરૂ થવાથી સિસ્ટમ જ ઓટો જનરેટ થશે અને એજન્સી અને કર્મચારીઓને મલાઈ બંધ થઈ શકે તેવી સ્થિતિ હોવાથી અમુક કર્મચારીઓ ઉપરી અધિકારીઓ કે શાસક પક્ષના કાચાકામના પદાધિકારીઓ નેગેટિવ રિપોટિંગ કરશે તો પ્રોજેક્ટ અટકી શકે છે. કારણ કે તેમાં ફાયદા કરતાં અંગત હીત બતાવીને એજન્સીઓને લાભ કરાવી શકે છે. પરંતુ શાસક પક્ષ ખરેખર તો ટેકનોલોજી સાથે કોર્પોરેશનનું હીત ઇચ્છતા હશે તો આ પ્રોજેક્ટ ગણતરીના મહિનાઓમાં અમલીકરણ પણ થઈ જશે.

આ પણ વાંચો : છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 11નું સમાજશાસ્ત્રનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું

આ પણ વાંચો : Gujarat માં શિક્ષકોની કાયમી ભરતી કરવાની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી સામે રોષ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">