Breaking News : કચ્છમાં ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ પાકિસ્તાનમાં, જુઓ Video
કચ્છના ખાવડા વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ કચ્છથી 42 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું છે.
કચ્છના ખાવડા વિસ્તારમાં ગઈકાલે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સમાચાર સામે આવતા જ સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ચિંતા અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છથી અંદાજે 42 કિલોમીટર દૂર પાકિસ્તાન તરફ નોંધાયું હોવાની માહિતી મળી છે.
આ આંચકો અનુભવાયા બાદ આસપાસના વિસ્તારોમાં પણ હલચલ જોવા મળી હતી. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કચ્છ અને સરહદી વિસ્તારોમાં ભૂકંપની ગતિવિધિ સામાન્ય બાબત છે. આ પ્રકારે અવારનવાર નાના-મોટા આફ્ટરશોક્સ અનુભવાતા હોય છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ શકે છે. આ તાજા આંચકા બાદ પણ કચ્છમાં ભૂકંપની ગતિવિધિને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.
સ્વતંત્રતા પર્વ પહેલા ભારત-પાકિસ્તાન સરહદ પર હાઇ એલર્ટ, BSFની સઘન સુરક્ષા
