ક્ષત્રિયોના આંદોલનનો આવી શકે છે સુખદ અંત, CM નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક- Video

|

Apr 15, 2024 | 11:59 PM

ક્ષત્રિય આંદોલનનો સુખદ અંત આવે તેવા એંધાણ મળી રહ્યા છે. સીએમ નિવાસસ્થાને હાલ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. જેમા ક્ષત્રિય સંકલન સમિતિના નેતાઓને પણ બેઠકમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે એ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિની ખુદની અમદાવાદમાં ગોતા ખાતે અલગથી બેઠક મળી છે. આ બેઠક બાદ તેઓ ગાંધીનગરમાં સીએમની બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. 

છેલ્લા 22-23 દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે. હાલ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ક્ષત્રિય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી છે. જેમા ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોને પણ આ બેઠકમાં આવવા માટેનુ આમંત્રણ આપ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં હાજર છે. જોકે મળતી જાણકારી અનુસાર ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો હજુ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં પહોંચ્યા નથી અને તેમની ગોતા ખાતે અલગથી બેઠક ચાલી રહી છે.

આ બેઠક બાદ તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકમાં જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. આવતીકાલે પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણી માટેનુ ઉમેદવારી પત્ર દાખલ કરવાના છે એ પહેલા કોઈ સમાધાનકારી નિર્ણય પર આવવા માટે સરકાર તરફથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

આ પહેલા પદ્મિનીબાવાળાની જે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમા પણ તેમણે કહ્યુ હતુ કે રૂપાલાને ફોર્મ તો નહીં જ ભરવા દઈએ ત્યારે શાંતિપૂર્ણ દિશામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન થાય તેને લઈને કવાયત હાથ ધરાઈ છે.

રાજકોટમાં ગઈકાલે યોજાયેલા ક્ષત્રિય સમાજના અસ્મિતા મહાસંમેલન બાદ પણ સમાજમાં જાણે તડા પડ્યા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. જેમા રૂપાલા સામેના આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજમાં જ ખેંચતાણ જોવા મળી છે. મહાસંમેલન મુદ્દે રાજકોટના પદ્મિનીબા વાળાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાપદ્મિનીબાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ રાજકોટના સંમેલનમાં કોઈ મહત્વનો નિર્ણય આવ્યો નથી. ત્યારે સમાજના લોકો શું ભાષણ સાંભળવા એક્ઠા થયા હતા તેવો સવાલ પણ તેમણે કર્યો છે.

આ પણ વાંચો: હીટવેવના ખતરા સામે રાજ્ય સરકારે કસી કમર, ઝીરો કેજ્યુલિટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા માટે તૈયાર કર્યો એક્શન પ્લાન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:58 pm, Mon, 15 April 24

Next Video