Breaking News : ડીઝલની અછતથી ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આજથી અનિશ્ચિત કાળ માટે હરાજી બંધ

| Edited By: | Updated on: May 19, 2026 | 2:07 PM

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં આજથી અનિશ્ચિત કાળ માટે હરાજી પ્રક્રિયા બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીઝલની અછતને કારણે ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે યાર્ડ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, જિલ્લામાં અનેક પેટ્રોલપંપ પર ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, જેના કારણે ખેતી અને પરિવહન સંબંધિત કામગીરી પ્રભાવિત થઈ રહી છે. ખેડૂતોને જણસીઓ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચવામાં હાલાકી ના પડે અને અનાવશ્યક આર્થિક નુકસાન ટળે તે હેતુસર યાર્ડ તંત્રએ તાત્કાલિક અસરથી તમામ પ્રકારની જણસી લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

માર્કેટયાર્ડ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે, નવી તારીખ જાહેર ના થાય ત્યાં સુધી યાર્ડમાં હરાજી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અનિશ્ચિત કાળ માટે અમલમાં રહેશે. આ નિર્ણયથી ખેડૂતો, વેપારીઓ તેમજ પરિવહન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ડીઝલની સમસ્યા ક્યારે દૂર થશે અને માર્કેટયાર્ડ ફરી ક્યારે શરૂ થશે તે અંગે સૌની નજર હવે તંત્રના આગામી નિર્ણય પર છે.

હવે ગુજરાતને સર્વિસ સેકટરમાં પણ 1-2-3 નંબરે પહોચાડવાનું છેઃ અમિત શાહ

Follow Us