આજનું હવામાન : ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી, આ તારીખે પડી શકે છે માવઠું, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવામાનને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તરાયણ નજીક આવતાની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવામાનને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે. સવારે 6 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. બપોર બાદ પવનની ગતિ વધી 10 થી 15 કિ.મી પ્રતિકલાક રહી શકે છે.
ગુજરાતના અનેક ભાગોમાં 10 થી 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી રહેશે. ઉત્તરાયણ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં 24 જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો વર્તાશે. 22 -23 તારીખ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, જુનાગઢ, પંચમહાલ, ડાંગ, બોટાદ, છોટાઉદેપુર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો કચ્છ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અરવલ્લી, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભરૂચ, ભાવનગર, નર્મદા, પોરબંદર, તાપી સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.