Rain News : દાંતામાં 4 કલાકમાં 4 ઈંચ ખાબક્યો વરસાદ, સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી, જુઓ Video

Rain News : દાંતામાં 4 કલાકમાં 4 ઈંચ ખાબક્યો વરસાદ, સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 19, 2025 | 1:53 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતા તાલુકામાં આજે 4 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. દાંતા તાલુકામાં આજે 4 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના કારણે અંબાજીમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે. શક્તિ પીઠ અંબાજીમાં વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે દાંતા સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે.

હોસ્પિટલમાં પાણી ઘૂસી જતા દર્દીઓને હાલાકી

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના દાંતામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે દાંતામાં સરકારી હોસ્પિટલમાં ભરાયા પાણી છે. સરકારી હોસ્પિટલ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણી ભરાયા છે. ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વૉર્ડમાં પાણી ઘુસતા દર્દી અને હોસ્પિટલના સ્ટાફને ભારે હાલાકી થઈ રહી છે.

દાંતામાં જ નહીંપાલનપુરમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે. ગઠામણ પાટીયા પાસે પણ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે. પાલનપુરથી અમદાવાદ તરફ જતા વાહનચાલકો પાણીમાંથી જવા મજબૂર બન્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો