ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર

ધંધુકામા કિશન ભરવાડ  હત્યા કેસમાં પકડાયેલ આરોપીને કોર્ટમા રજુ કરાયા હતા. જેમાં દિલ્હીથી ઝડપાયેલ મૌલાના કમર ગની ઉસ્માની અને મોરબી થી ઝડપાયેલા આરોપી ઓને કોર્ટમાં રજુ કરાયા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 9:51 PM

અમદાવાદના ધંધુકામા(Dhandhuka)  કિશન ભરવાડ(Kishan Bharwad)  હત્યા કેસમાં પકડાયેલ આરોપીને કોર્ટમા રજુ કરાયા હતા. જેમાં દિલ્હીથી ઝડપાયેલ મૌલાના કમર ગની ઉસ્માની અને મોરબી થી ઝડપાયેલા આરોપી ઓને કોર્ટમાં રજુ કરાયા હતા. કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી જેમા ATS એ આરોપીઓ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે અદાલતે તેમના 8 દિવસના રિમાન્ડ(Remand)  મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ATSએ દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માનીની ધરપકડ કરાઈ છે. સોશિયલ મીડિયામાં ધાર્મિક પોસ્ટ કરવાવાળાને સબક શિખવવા માટે મૌલાના કમરગની ઉસ્માની સહિતના લોકોએ આખું નેટવર્ક બનાવ્યું હતું અને તેમાં તે આવી પોસ્ટ કરનારાને નિશાન બનાવવાના હતા. આ માટે તેઓનું સોશિયલ મીડિયામાં કોઈ સંગઠન એક્ટિવ છે કે કેમ તેની તપાસ સહિત તમામ વિગતો એકઠી કરવા માટે કમરગની ઉસ્માનીની પૂછપરછ કરવામાં આવશે.

ધંધુકા હત્યા પહેલા પોરબંદરમાં પણ એક હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું. જેમાં પોરબંદરમાં સાજણ ઓડેદરા નામના શખ્સની હત્યાનો પ્લાન હતો. આ માટે શાર્પશુટર શબ્બીર સાથે મૌલાના ત્યાં ગયો હતો પણ હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો હતો. બાદમાં ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરાઈ હતી.

મહત્વનું છે કે કમરગની ઉસ્માની પર ઉશ્કેરણી અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. કિશનની હત્યાના ષડયંત્રમાં અત્યાર સુધીમાં બે મૌલવી ઝડપાયા છે. જો કે ATSના મતે વધુ કેટલાક મોલવીઓની સંડોવણી પણ સામે આવી શકે છે. ગુજરાત ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું કે ઝડપાયેલા બંને મૌલાના ભડકાઉ ભાષણો આપી યુવાનોને કટ્ટરતા તરફ દોરી જતા હતા.

દિલ્લીના મૌલાના કમરગની ઉસ્માનીએ છેલ્લા છ મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. મૌલાના કમરગની ઉસ્માનીએ જ શાર્પ શૂટર શબ્બીરને હત્યા કરવા ઉશ્કેર્યો હતો. કિશન ભરવાડ ઉપરાંત પોરબંદરના સાજણ ઓડેદરાની હત્યાનું પણ મૌલવીએ ષડયંત્ર રચ્યું હતું. આ માટે મૌલવી અને શબ્બીર પોરબંદર પણ ગયા હતા.

આ પણ વાંચો :  વિશ્વાસધાત : પતિએ જ પત્નીએ બદનામ કરવાનો કારસો રચ્યો, સાયબર ક્રાઇમે પતિની ધરપકડ કરી

આ પણ વાંચો : Surat : કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પુરા કરવા ખેડૂત સમાજ દ્વારા આવેદન