ખાતરની અછત અને કાળાબજારી સહિતના મુદ્દાઓ પર કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું, જુઓ Video

ખાતરની અછત અને કાળાબજારી સહિતના મુદ્દાઓ પર કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું, જુઓ Video

| Edited By: | Updated on: Aug 01, 2025 | 2:56 PM

ખાતરની અછત અને કાળાબજારી સહિતના મુદ્દાઓ પર કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું છે. કિસાન સંઘના મહામંત્રીએ ખાતર મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. કિસાન સંઘના મહામંત્રીએ ખાતરની સાથે ફરજીયાત અપાતા અન્ય ખાતર આપવાનું બંધ કરવા કહ્યું છે.

ખાતરની અછત અને કાળાબજારી સહિતના મુદ્દાઓ પર કિસાન સંઘ ખેડૂતોની પડખે આવ્યું છે. કિસાન સંઘના મહામંત્રીએ ખાતર મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. કિસાન સંઘના મહામંત્રીએ ખાતરની સાથે ફરજીયાત અપાતા અન્ય ખાતર આપવાનું બંધ કરવા કહ્યું છે. કિસાન સંઘે કહ્યું કે ખેડૂતો ખાતર લે એટલે કંપનીઓ ફરજિયાત તેની સાથે નેનો યૂરિયા આપે છે. પરાણે બીજું ખાતર ન આપવાની કૃષિ પ્રધાને ખાતરી આપી હોવા છતાં કંપનીઓ મનમાની કરી રહી છે. જેના કારણે ખેડૂતોનો બોજો વધે છે. જરૂરી ખાતર મળતું નથી અને બિનજરૂરી ખાતર પરાણે આપવામાં આવે છે.

ખાતર અંગે કિસાન સંઘ ખેડૂતોની પડખે

કિસાન સંઘે ખાતરની અછત અંગે પણ સવાલો ઉઠાવ્યા છે..ખેડૂતોને સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતુ હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે. કિસાન સંઘે ખાતરની કાળાબજારીનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારી સબસિડીવાળા ખાતરનું કાળાબજાર થઈ રહ્યું છે.

કેટલીક જગ્યાએ તો આ ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓને વેચાઈ રહ્યું છે, જે એક ગંભીર ગુનો છે. સબસિડીવાળુ ખાતર ખાનગી કંપનીમાં જતુ પણ પકડાયું છે. જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઉતરીને આંદોલન કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો