ભારતીય કિસાન સંઘનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ, ખેડૂતોને એકસમાન વીજદર લાગુ કરવાની માગ

રાજ્ય સરકારે જંગલી પ્રાણીઓના ત્રાસના કારણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત તો કરી છે પણ હજીયે રાત્રે વીજળી આપવાની સ્થિતિ ચાલુ જ છે. લોડશેડિંગ ગમે ત્યારે કરી દેવામાં આવે છે. પૂરેપૂરી આઠ કલાક માટે ખેડૂતોને વીજળી મળતી જ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 12:52 PM

ભારતીય કિસાન સંઘે (Bhartiya kisan sangh) રાજ્યમાં ખેડૂતો (Farmers)ને એકસમાન વીજદર (Electricity tariff) લાગુ કરવાની જર્ક તથા ગુજરાત સરકાર સમક્ષ માગણી કરી છે. કિસાન સંઘનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક દર અને મીટર દર એમ બે પદ્ધતિથી બિલો અપાય છે. ત્યારે હવે હોર્સપાવર દીઠ ઉચ્ચક પદ્ધતિ લાગુ કરવા અથવા ઉપરનો ખર્ચ સરકાર ભોગવે તેવી માગણી સાથે કિસાન સંઘે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે.

કિસાન સંઘનો દાવો છે કે 18 લાખ ખેતીવાડીના કનેક્શન પૈકી જૂના જોડાણોમાં અપાતી વીજળીના વર્ષે ઉચ્ચક 66,500 વસૂલાય છે. જ્યારે 2003 પછીના જોડાણ મીટરવાળા છે. જેમાં યુનિટ દીઠ 60 પૈસાનો ભાવ અને હોર્સ પાવર દીઠ 20 રૂપિયા વસૂલાય છે. જેના કારણે મીટરવાળા ખેડૂતોને વર્ષે 1 લાખથી વધુ રકમ ચૂકવવી પડે છે. જેથી કિસાન સંઘની માગ છે કે કાં તો સરકાર બધા જ ખેડૂતોને હોર્સપાવર દીઠ ઉચ્ચક રકમ નક્કી કરે અથવા મીટરવાળા ખેડૂતોનો ઉપરનો ખર્ચ સરકાર ભોગવે.

સમગ્ર રાજ્યમાં ખેતીવાડીમાં આપવામાં આવતો 8 કલાકનો વીજપુરવઠો સતત અનિયમિત છે. દિવાળી પછી કોલસાની વૈશ્વિક કટોકટી શરૂ થઈ ત્યારથી માંડીને આજદિન સુધી ખેતીવાડી ક્ષેત્રને રાજ્યમાં અનિયમિત વીજળી મળી રહી છે. જેથી ખેતીવાડી ક્ષેત્રે લોડશેડિંગ બંધ કરી દિવસે વીજળી આપવાની માગ કરાઈ છે.

રાજ્ય સરકારે જંગલી પ્રાણીઓના ત્રાસના કારણે ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત તો કરી છે પણ હજીયે રાત્રે વીજળી આપવાની સ્થિતિ ચાલુ જ છે. લોડશેડિંગ ગમે ત્યારે કરી દેવામાં આવે છે. પૂરેપૂરી આઠ કલાક માટે ખેડૂતોને વીજળી મળતી જ નથી. ત્યારે આ પરિસ્થિતિનો તાકીદે હલ કરવા કિસાન સંઘે માગણી કરી છે.

આ પણ વાંચો- On this Day: 2002માં આજના દિવસે જ ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા હતા

આ પણ વાંચો- Ahmedabad: ભારતની ધરતી પર પગ મુકતા જ ભાવવિભોર થયા વિદ્યાર્થીઓ, ગુજરાતના 44 વિદ્યાર્થીના ચહેરા પર જોવા મળી ખુશી

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">