અપહરણ પ્રકરણમાં ટ્વિસ્ટ ! કિંજલ રબારીએ કહ્યું મારુ અપહરણ નથી થયું, મારી મરજીથી જ મારા પતિ અશોક ચૌધરી સાથે ગઈ છું
જાણીતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. કિંજલે અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પીઆઈને પત્ર લખી અપહરણની વાતને સંપૂર્ણ નકારી કાઢી છે.
જાણીતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે નવો વળાંક આવ્યો છે. કિંજલે અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પીઆઈને પત્ર લખી અપહરણની વાતને સંપૂર્ણ નકારી કાઢી છે. તેણે જણાવ્યું કે તે પોતાની મરજીથી પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે અને તેની સાથે કોઈ બળજબરી થઈ નથી.
25 વર્ષીય કિંજલના પત્ર મુજબ, તેણે 2 મે 2024ના રોજ અશોક સાથે હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. પરિવાર આ લગ્ન સ્વીકારતો ન હોવાથી તે અશોક સાથે રહેવા ગઈ હતી. કિંજલે પિયર પક્ષ પર ગંભીર આક્ષેપ કર્યા છે કે પરિવારે તેને બળજબરીથી ગોંધી રાખી હતી, મોબાઈલ છીનવી લીધો હતો મોબાઇલ લઈ લઈને ઘરની બહાર જવા ન દેતા અને રાધનપુર કોર્ટમાં જબરદસ્તીથી છૂટાછેડાની અરજી કરાવી હતી.
વધુમાં, પરિવારે બળજબરીથી મુકેશ દેસાઈને સોંપી દીધાનો પણ આક્ષેપ કર્યો છે. કિંજલે સ્પષ્ટ કર્યું કે તે અશોક સાથે જ રહેવા માંગે છે અને સમગ્ર મામલે યોગ્ય તપાસની માંગ કરી છે.