Surat : મહિધરપુરામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

Surat : મહિધરપુરામાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 12:49 PM

આ બાળકીના અપહરણની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.  અપહ્યત બાળકીનો પરિવાર વર્ષોથી ફૂટપાથ પર જ રહે છે. અને નજીકમાં જ રહેતી રેખા નામની મહિલા બાળકીને રોજ રમાડવા આવતી હતી.

સુરતના મહિધરપુરામાં રૂવાલા ટેકરા પાસે ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયું. આ બાળકીના અપહરણની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.  અપહ્યત બાળકીનો પરિવાર વર્ષોથી ફૂટપાથ પર જ રહે છે. અને નજીકમાં જ રહેતી રેખા નામની મહિલા બાળકીને રોજ રમાડવા આવતી હતી. આ રેખા જ તેના પતિ સાથે બાળકીને લઈને જતી CCTV કેમેરામાં થઈ છે.આ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધાયા બાદ અપહરણ કરનારી મહિલાને શોધવા તપાસ હાથ ધરી છે.

અપહરણ કરનારી મહિલાને શોધવા તપાસ હાથ ધરી

થોડા દિવસો અગાઉ અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની ઘટના સામે આવી હતી. યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો નારાજ હતા.જેથી પરિવારજનોએ જ યુવતીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ. મૂળ અરવલ્લીના અને અમદાવાદના નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોનીમાં રહેતા સચિન નાઈ નામના 27 વર્ષીય યુવકે પોતાના ગામની જ યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવક-યુવતીએ રાજીખુશીથી 9 ડિસેમ્બર 2022ના રોજ મીર્ઝાપુર કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ યુવક-યુવતી નિકોલમાં સાથે રહેતા હતા. આ બંનેના લગ્નથી યુવતીના પરિવારજનો નારાજ હતા.

જેથી યુવતીના પિતા સહિત કેટલાક શખ્સો 20 જાન્યુઆરી 2023ના રોજ નિકોલમાં જ્યાં યુવક-યુવતી રહેતા હતા ત્યાં પહોંચ્યા હતા અને યુવકને માર મારી યુવતીનું અપહરણ કર્યું હતુ. અપહરણની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. આ અંગે યુવકે સરદારનગર પોલીસ મથકમાં પોતાની પત્નીના અપહરણની ફરિયાદ નોંધાવી છે.

(વીથ ઈનપૂટ- બળદેવ સુથાર, સુરત) 

Published on: Jan 23, 2023 12:21 PM
g clip-path="url(#clip0_868_265)">