Video: પઠાણ ફિલ્મની રિલિઝ પૂર્વે સુરતમાં ટોળાએ ટોકિઝમાં કરી તોડફોડ, પોસ્ટરો અને બેનરો ફાડી કર્યો વિરોધ

Surat: રાંદેરમાં પઠાણ ફિલ્મની રિલિઝ પૂર્વે જ ટોકીઝમાં 8 જેટલા લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. ફિલ્મના પોસ્ટર ફાડી નાખી પઠાણ ટોકિઝના કર્મચારીઓને ધમકાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 10:19 PM

સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરનાર સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ છે. ગત સાંજે રાંદેર રોડ પરની રૂપાલી ટોકીઝમાં 8 શખ્સોએ આવીને તોડફોડ કરી હતી, પઠાણ ફિલ્મની સ્ટેન્ડી, નાના-મોટા પોસ્ટર ફાડી નાખ્યા હતા અને શખ્સોએ ટોકીઝના કર્મીને ધમકાવ્યા હતા. જે બાદ રાંદેર પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસો 8 આરોપી સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મની અંદર બેશરમ સોંગમાં દીપિકાએ કેસરી બિકનીમાં પહેરતા વિવાદ થયો છે. જેનો હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે હવે રાંદેરમાં પણ હિંદુવાદી સંગઠનોના લોકોએ મુવીના બેનરો ફાડી ફરી એકવાર વિરોધ કર્યો છે.

આ તરફ ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ ગઈ છે. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત થઇ ગઇ છે. પઠાણ ફિલ્મના રિલીઝ સમયે થિયેટરમાં સંબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. PSI,પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિતનો સ્ટાફ સુરક્ષામાં તૈનાત રહેશે. મહત્વપૂર્ણ છે કે 25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને કેટલાક સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે.

આ પણ વાંચો: Anand :ઉમરેઠમાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો, પોલીસે યુવકની શોધખોળ શરૂ કરી 

ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે

જો કે  ગુજરાતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલિઝ થશે, ગૃહ રાજ્ય પ્રધાનના આ આશ્વાસનનો દાવો કર્યો છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશને. ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">