ખેરાલુ શોભાયાત્રા પર હુમલાનો મામલો, પૂર્વ આયોજીત કાવતરું અને હત્યાના પ્રયાસનો 32 સામે ગુનો નોંધાયો
ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થર મારો કરીને હુમલો કરવાની ઘટનામાં પોલીસે 32 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. સ્થાનિક પીએસઆઈ જેકે ગઢવીએ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પૂર્વ કાવતરુ રચીને હુમલો કરવાનો અને હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધ્યો છે.
ભગવાન શ્રી રામની શોભાયાત્રા ખેરાલુમાં ગત રવિવારે નિકળી હતી. આ દરમિયાન બેલીમ વાસ વિસ્તારમાં કેટલાક યુવાનો અને મહિલાઓ સહિતના ટોળાએ શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો. તલવાર વડે હુમલો કરીને પ્રવીણ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. તેમજ અન્ય લોકોને પણ પથ્થરથી ઈજા થઈ હતી. શોભાયાત્રામાં હુમલો કરીને ઈજાઓ પહોંચાડવા ઉપરાંત નુક્સાન પહોંચાડવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: અદ્ભૂત દિપોત્સવ સર્જાયો! પૌરાણિક વિષ્ણું મંદિર પર દિવડાઓની રોશની ઝળહળી ઉઠી, જુઓ
ઘટનાને પગલે સ્થાનિક ખેરાલુ પોલીસે હવે 32 શખ્શો સામે નામજોગ ગુનો નોંધ્યો છે. જેમાં 2 મહિલાઓ પણ આરોપી તરીકે સામેલ છે. પોલીસે 12 આરોપીઓને ઝડપી લીધા છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરુ કરી છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ અને પૂર્વ આયોજીત કાવતરા વડે હુમલો કર્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 23, 2024 08:16 AM
