Rain Video : દ્વારકાના ખાખરડા ગામમાં મેઘ મહેર, સિંચાઈનું પાણી પુરુ પાડતુ તળાવ ભરાતા ખેડૂતોમાં ખુશી

|

Jul 04, 2024 | 12:42 PM

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ખાખરડા ગામમાં તળાવ છલોછલ ભરાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાખરડા ગામનું સૌથી મોટું તળાવ છલોછલ ભરાયું છે.

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ખાખરડા ગામમાં તળાવ છલોછલ ભરાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાખરડા ગામનું સૌથી મોટું તળાવ છલોછલ ભરાયું છે. તળાવ ચાર ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી પુરુ પાડે છે. મેધ મહેરના કારણે અમિયાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ જળાશયો 80 ટકાથી 90 ટકા છલકાતા એલર્ટ આપવામાં આવ્યુ છે. જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને પણ એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ પાંચ જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે.

Next Video