Ahmedabad : આખરે કે.સી.હોલીડેના કિરણ ચૌહાણની ધરપકડ, સસ્તામાં દુબઈના પેકેજ બતાવી આચરી હતી કરોડોની ઠગાઈ

Ahmedabad : આખરે કે.સી.હોલીડેના કિરણ ચૌહાણની ધરપકડ, સસ્તામાં દુબઈના પેકેજ બતાવી આચરી હતી કરોડોની ઠગાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2022 | 11:33 AM

કેસી હોલીડેના સંચાલકની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કુલ 120 લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનેલા 81 લોકોએ પોલીસ નિવેદન આપ્યા છે.

અમદાવાદમાં (Ahmedabad)  લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર કે.સી. હોલીડેના કિરણ ચૌહાણની (kiran Chauhan) ધરપકડ કરી છે. તેને ગ્રામ્ય કોર્ટમાં (Rural Court) રજૂ કરાતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે અમદાવાદના શિવરંજીની ચાર રસ્તા પાસે ઈસ્કોન સેન્ટરના ચોથા માળે કેસી હોલીડેની ઓફિસ આવેલી છે.  કેસી હોલીડેના સંચાલકની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કુલ 120 લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જેમાં ભોગ બનેલા 81 લોકોએ પોલીસ નિવેદન આપ્યા છે. સેટેલાઈટ પોલીસે (Ahmedabad police) આરોપી કિરણ ચૌહાણને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

ગ્રામ્ય કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

રિમાન્ડ માટેની દલીલોમાં મુખ્ય સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આરોપી કિરણ ચૌહાણે લોકોને સસ્તામાં દુબઈની ટુર કરવાની લાલચ આપી હતી. અને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. પરંતુ ટૂરમાં કોઈને વિદેશ ન લઈ જઈને ગુનાહિત કૃત્ય આચર્યું છે. આરોપી સામે ગુજરાત નાણાકીય સંસ્થાઓમાં (Financial Institution) થાપણદારોના હિતના રક્ષણ બાબત અધિનિયમ 2003ની કલમ 3 સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપીના બેન્કના ખાતાની તપાસ કરવાની છે. તેણે કેટલા લોક પાસેથી નાણા ઉઘરાવ્યા હતા. તેનો રેકોર્ડ ઓફિસમાંથી મેળવવાનો છે.. આરોપી મિહિર શાહ (mihir Shah) નામના શખ્સની તપાસ કરવાની છે. આરોપીના લોકરની માહિતી મેળવવી જરૂરી છે. આરોપીની સ્થાવર અને જંગમ મિલકત અંગે તેની હાજરી જરૂરી છે. તમામ દલીલોના અંતે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">