સૂરજદેવળની જમીન શ્રીસરકાર કરી દેવાતા, કાઠી સમાજ સરકાર સામે ચડાવશે બાંય !

મામલતદાર દ્વારા સૂરજદેવળ મંદિરની 1650 વિઘા ગૌચર જમીનને શ્રીસરકાર કરી નાખવામાં આવતા કાઠી સમાજમાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે. જમીન પરત લેવાના મુદ્દે સરકાર સામે કાઠી સમાજ લડી લેવાના મૂડમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2024 | 4:43 PM

કાઠી સમાજના આસ્થાના કેન્દ્ર એવા નવા સૂરજદેવળ મંદિરની 1650 વિઘા જમીન, ટોર્ચમર્યાદામાં અંતર્ગત લઇ જવામાં આવતા કાઠી સમાજમાં રોષ વ્યાપ્યો છે. નવા સૂરજદેવળ મંદિરને 1914માં ચોટીલાના સ્ટેટ દ્વારા 2150 વિઘા જમીન આપવામાં આવી હતી. મામલતદાર દ્વારા સૂરજદેવળ મંદિરની 1650 વિઘા ગૌચર જમીનને શ્રીસરકાર કરી નાખવામાં આવતા કાઠી સમાજમાં વ્યાપક રોષ પ્રવર્તી રહ્યો છે.

જમીન પરત લેવાના મુદ્દે સરકાર સામે કાઠી સમાજ લડી લેવાના મૂડમાં છે. સરકાર મંદિરની જમીન પરત આપે નહિ તો સરકારને ભોગવું પડશે તેવુ કાઠી સમાજના અગ્રણીઓએ કહ્યું છે.

સૂરજદેવળ મંદિરની જમીન અંગે કાઠી સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા, દેવસર કાબરણ નાવા બામણબોર રૂપાવટી સાવરકુંડલા તાલુકાના રબારીકા ગામમાં સૂરજદેવળ મંદિરની જમીન આવેલી છે. ગૌચર જમીન પરત નહીં મળે તો સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">