Ahmedabad : દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ ! બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા હાથ ધરાયું ચેકિંગ, જુઓ Video
દિલ્હીના લાલ કિલ્લા પાસે ગઈકાલે રાત્રે કાર બ્લાસ્ટ થયા પછી દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતની મેટ્રોસિટીમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હીના લાલ કિલ્લા પાસે ગઈકાલે રાત્રે કાર બ્લાસ્ટ થયા પછી દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતની મેટ્રોસિટીમાં પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેલ વિભાગ અને રેલવે પોલીસ દ્વારા પણ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા પણ ચેકિંગ હાથ ધરાયું છે. મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રેલવે સ્ટેશન પર બે કક્ષાએ તપાસ ચાલી રહી છે. સ્ટેશનની અંદર રેલવે પોલીસ દ્વારા મુસાફરો અને તેમના સામાનનું બોમ્બ ડિટેક્શન સાધનોનો ઉપયોગ કરીને ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરેક મુસાફરની બેગ તપાસવામાં આવી રહી છે અને દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, સ્ટેશનની બહાર લોકલ પોલીસ દ્વારા પણ સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે.
લોકલ પોલીસ ખાસ કરીને વાહન ચેકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. શંકાસ્પદ વાહનો ઉપરાંત, નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોને ખાસ ટાર્ગેટ કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. એક અધિકારીએ જણાવ્યું કે આ ચેકિંગ તકેદારીના ભાગરૂપે ચાલી રહ્યું છે, કારણ કે કાલુપુર વિસ્તારમાં પેસેન્જરોનો ભારે ધસારો રહે છે અને તે એક સંવેદનશીલ ક્ષેત્ર છે.
