Gujarati Video : જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલમાં યોજાશે, GPSSBના અધ્યક્ષની પરીક્ષાર્થીઓને તૈયારી કરવા હાકલ

|

Feb 06, 2023 | 4:35 PM

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. હસમુખ પટેલે આજે વિધિવત ચાર્જ સંભાળીને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા આગામી એપ્રિલ મહિનામાં લેવાય તેવી શક્યતા છે. જો કે પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષે હજુ સુધી પરીક્ષાની કોઈ ચોક્કસ તારીખો જાહેર કરી નથી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, પરીક્ષા સ્વચ્છ અને ઝડપથી લેવાય તે તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હસમુખ પટેલે 9 લાખથી વધુ પરીક્ષાર્થીઓને તૈયારી કરવા હાકલ કરી છે. આ સાથે જ પેપર લીકની ઘટના નિવારવા માટે તંત્ર અને પરીક્ષાર્થીઓને સાવધાન રહેવા પણ અપીલ કરી છે.

હસમુખ પટેલે ચાર્જ સંભાળતા જ કરી બેઠક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. હસમુખ પટેલે આજે વિધિવત ચાર્જ સંભાળીને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ ઝડપથી અને પારદર્શક રીતે પરીક્ષા યોજવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું 29 જાન્યુઆરીએ આયોજન કરાયું હતું. જો કે પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ગુજરાત ATSએ હૈદરાબાદથી પેપર લીક કરનારા આરોપી સહિત 16 આરોપીઓને ઝડપીને સમગ્ર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

એપ્રિલમાં યોજાઇ શકે છે પરીક્ષા

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા લાખો પરીક્ષાર્થીઓનાં ભાવિ સાથે ચેડા થયા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. ત્યારે હવે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હસમુખ પટેલની જવાબદારી હેઠળ એપ્રિલમાં ભરતી પરીક્ષાનું આયોજન થઇ શકે છે.

બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે કહ્યું કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેવી ફૂલપ્રુફ સિસ્ટમ સાથે વિદ્યાર્થીઓને ભરોસો બેસે તેવી પરીક્ષા યોજવામાં આવે. યુવરાજ સિંહે પેપર લીકના દોષિતોને કડક સજા આપવાની માગણી કરી છે.

Next Video