લાગણી સભર દ્રશ્યો : બળદના મૃત્યુ બાદ કરવામાં આવી ઉતરક્રિયા, ખેડૂતે પશુ માટે બતાવ્યો પ્રેમ
જુનાગઢના વિસાવદર તાલુકાના લાગણી સભાર દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ખેડૂતે પોતાના પાલતુ પશુની ઉતરક્રિયા કરી સમાજમાં એક દાખલો બેસાડયો છે. ખેતીમાં ખેડૂતના હાથપગ તરીકે ખેડૂતને માનવામાં આવે છે. જેથી તેની કદર કરવી અને આ પશુઓને પરિવારની જેમ રાખવા એ ખેડૂતની ફરજમાં આવે છે. આ ફરજ જુનાગઢના ખેડૂતે પૂર્ણ કરી છે.
સમાન્ય રીતે કોઈપણ પરિવારમાં માણસનું મૃત્યુ થયાના 12 દિવસ બાદ ઉત્તરક્રિયા કરતા હોય છે. જેમાં સગા સબંધીઓની હાજરીમાં આ સમગ્ર વિધિ કરવામાં આવતી હોય છે. ત્યારે અહીં કઈક લાગણી સાભાર દ્રશ્યો સામે આવ્યા છે. વિસાવદર તાલુકાના નવાણિયા ગામના સંજય હીરપરા નામના ખેડૂતે પોતાના બળદનું મૃત્યુ થતાં વૈદિક પરમ્પરા મુજબ બળદ ને સમાધિ આપી અને ઉત્તરક્રિયા કરવામાં આવી.
પોતાના પાલતુ પશુની ઉતરક્રિયા કરી સમાજમાં એક દાખલો બેસાડવામાં આવ્યો. આ સંજયભાઈ હીરપરાનું માનવું છે કે કોઈ પણ ખેડૂતને બળદ ખેતીમાં ખૂબ મદદ કરતો હોય, ત્યારે ખેતીમાં ખેડૂતના હાથપગ તરીકે ખેડૂતને માનવામાં આવે છે. જેથી તેની કદર કરવી અને આ પશુઓને પરિવારની જેમ રાખવા એ ખેડૂતની ફરજમાં આવે છે.
આ પણ વાંચો : કાતિલ ઠંડી માટે રહેજો તૈયાર, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં પડશે કડકડતી ઠંડી, ત્રણ ડિગ્રી સુધી તાપમાન નીચુ જવાની શક્યતા
ખેડૂતો ખેત ઓજાર પાકમાં બળદ દ્વારા ચલાવવા માં આવે છે સૌથી વધુ કઠોર કામ મૂંગા પશુ બળદ ખેડૂતનો આધાર સ્થભ માનવામાં આવે છે. ત્યારે આ પશુ પ્રેમ દર્શાવી રવાણિયા ગામના ખેડૂતે પોતાના બળદનું મૃત્યુ થયા બાદ પોતાની લાગણી ધાર્મિક રીતે વ્યક્ત કરવામાં આવી છે.
(ઈનપુટ ક્રેડિટ : વિજયસિંહ પરમાર, જુનાગઢ)
