Breaking News Junagadh: વિદેશ જવાની લાલચમાં પુત્રએ માતાને જ લૂંટી! માતાનું ગળું દબાવી ₹20 લાખનો મુદ્દામાલ પડાવ્યો

| Edited By: | Updated on: Jun 22, 2026 | 1:07 PM

જૂનાગઢમાં માતા-પુત્રના સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદેશ જવાની ઘેલછામાં એક પુત્રએ પોતાની જ માતાને નિશાન બનાવી તેના પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

જૂનાગઢમાં માતા-પુત્રના સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદેશ જવાની ઘેલછામાં એક પુત્રએ પોતાની જ માતાને નિશાન બનાવી તેના પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

માતાનું ગળું દબાવીને દાગીના પડાવી લીધા

મળતી માહિતી મુજબ આરોપી દીપ વ્યાસ વિદેશ જવા માટે નાણાંની જરૂરિયાત અનુભવતો હતો. આ દરમિયાન તેણે પોતાની માતાને જ નિશાન બનાવી હતી. આરોપીએ માતાનું ગળું દબાવીને તેમની પાસેથી અંદાજે 5 લાખ રૂપિયાની રોકડ રકમ અને લગભગ 15 લાખ રૂપિયાના સોનાના દાગીના પડાવી લીધા હતા. ઘટનાના કારણે માતા માનસિક આઘાતમાં સરી પડી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટના બાદ લગભગ એક મહિના સુધી માતાએ કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે બાદમાં હિંમત કરીને તેમણે પોતાના પુત્ર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી

તપાસ દરમિયાન પોલીસે આરોપી દીપ વ્યાસની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે, જેથી લૂંટાયેલો મુદ્દામાલ ક્યાં વપરાયો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે માહિતી મેળવી શકાય.

આ ઘટનાએ સમાજમાં ચકચાર મચાવી દીધી છે. માતા-પુત્રના પવિત્ર સંબંધ પર કલંક સમાન આ બનાવે લોકોને પણ વિચારતા કરી દીધા છે કે પૈસા અને વિદેશ જવાની લાલચ ક્યાં સુધી માણસને લઈ જઈ શકે છે.

Surat Rain Breaking News: સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત

 

Published on: Jun 22, 2026 01:06 PM
Follow Us