Junagadh: સિંહ પ્રેમીઓ આનંદો, સાસણ સફારી પાર્ક 4 મહિનાના વેકેશન બાદ ફરી મુકાયુ ખુલ્લુ-Video

|

Oct 18, 2023 | 5:45 PM

Junagadh: સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. જુનાગઢમાં આવેલ સાસણ સફારી પાર્કને સિંહપ્રેમીઓ માટે આજથી ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ છે. પ્રવાસીઓ સિંહના દર્શન માટે હવે સફારી પાર્કની મુલાકાત લઈ શકશે. DCF મોહન રામે લીલી ઝંડી આપી પાર્કને ખુલ્લુ મુકવામાં આવ્યુ છે ત્યારે પ્રવાસીઓએ પણ ફુલોથી સ્વાગત કર્યુ હતુ. ખુલ્લુ મુકાયાના બે બે દિવસમાં જ દિવાળી સુધીની પરમિટ ફુલ થઈ ગઈ છે.

Junagadh: જુનાગઢના ગીર જંગલમાં આવેલો સાસણ સફારી પાર્ક ફરીથી શરૂ કરી દેવાયો છે. 4 માસનું વેકેશન પૂર્ણ થતા હવે નવા ફેરફાર સાથે સફારી પાર્ક ખુલ્લો મૂકાયો છે. પાર્ક ખુલતાની સાથે જ પ્રવાસીઓ સિંહના દર્શન માટે પાર્કમાં ઉમટી પડ્યા છે. DCF મોહન રામે લીલીઝંડી આપીને પાર્કનો ફરી શુભારંભ કરાવ્યો હતો. ત્યારે પ્રવાસીઓએ ફૂલના હારથી સ્વાગત કર્યું હતું. મહત્વનું છે, દિવાળી સુધી સફારી પાર્કની પરમિટ ફુલ થઇ ગઈ છે.

સાસણ સફારી પાર્કમાં નવા ફેરફારની વાત કરીએ તો જૂના વાહનો બદલીને નવા વાહનો ઉપલબ્ધ કરાયા છે. મુલાકાતીઓ તેમની જરૂરિયાત મુજબ વાહનોમાં બેસીને જઈ શકશે. ગાઈડ માટેની પણ વ્યવસ્થા છે. મહત્વનું છે, ગીર જંગલના ઈન્દ્રેશ્વર વિસ્તારથી જાંબુડી અને પ્રાતુરણ વનવિસ્તાર સુધીના કુલ 26 કિલોમીટર રૂટ પર નેચર સફારીનો લાભ મળે છે.

આ પણ વાંચો: Junagadh: ઉપરકોટમાં જાહેરમાં નમાજની ઘટનાને સંતોએ ઠેરવી અયોગ્ય, મુસ્લિમ એકતા મંચે કહ્યું બંદગી કરવી ગુનો નથી- Video

Input Credit- Vijaysinh Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video