Junagadh: ઉપરકોટમાં જાહેરમાં નમાજની ઘટનાને સંતોએ ઠેરવી અયોગ્ય, મુસ્લિમ એકતા મંચે કહ્યું બંદગી કરવી ગુનો નથી- Video

Junagadh: જાહેરમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જુનાગઢમાં ઉપરકોટમાં જાહેરમાં નમાજ પઢવાનો મામલો સામે આવતા વિવાદ થયો છે. સમગ્ર ઘટનાને સાધુ સંતોએ અયોગ્ય ઠેરવી છે અને યોગ્ય કાર્યવાહીની માગ કરી છે તો બીજી તરફ મુસ્લિમ એક્તા મંચે જણાવ્યુ કે વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા શખ્સ ખુદાની બંદગી કરી રહ્યા છે અને ખુદાની બંદગી કરવી કોઈ ગુનો તો નથી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:02 PM

Junagadh: ફરી એકવાર જાહેરમાં નમાજનો વીડિયો થયો છે વાયરલ. વાત છે જુનાગઢની. જ્યાં ઉપરકોટમાં જાહેરમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ધર્મના કેટલાક લોકો જાહેર ગાર્ડનમાં નમાજ અદા કરી રહ્યા છે. અજાણ્યા શખ્સે મોબાઇલમાં વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. અનુમાન છે કે વાયરલ વીડિયો 15 ઓ્ક્ટોબરનો હોઇ શકે છે.

ઉપરકોટમાં નમાઝનો વિવાદ સામે આવતા એક્શનમાં પોલીસ

વિવાદ સર્જાતા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે અને વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. તપાસમાં પોલીસ જાણવાના પ્રયાસમાં જોતરાઇ છે કે જે લોકો નમાજ અદા કરી રહ્યા છે તેઓ કોણ છે અને આ લોકોએ ઉપરકોટમાં ટિકિટ મેળવીને પ્રવેશ મેળવ્યો હતો કે કેમ ! હાલ આ અંગે મેનેજરની પૂછપરછ કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે.

ખુદાની બંદગી કરવી કોઈ ગુનો નથી-મુસ્લિમ એક્તા મંચ

નમાજનો મુદ્દો જુનાગઢમાં વિવાદનું કારણ બન્યો છે. મુસ્લિમ એકતા મંચના સભ્યએ જાહેરમાં નમાજનું સમર્થન કર્યું છે અને તેમાં કશું જ ખોટું ન હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ હિંદુ ધર્મગુરૂ શેરનાથ બાપુએ ઘટનાને વખોડી છે અને આવા કૃત્યો દ્વારા શાંતિ ડહોળાતી હોવાનો મત રજૂ કર્યો.

ઉલ્લેખનીય છે કે છાશવારે રાજ્યમાં જાહેરમાં નમાજના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યારેક યુનિવર્સિટી, તો ક્યારેક સ્કૂલ ક્યારેક શૈક્ષણિક સંકુલ, તો ક્યારેક જાહેર સ્થળ. ધર્મના નામે ચાલી રહેલી પ્રવૃતિ વધી રહી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: Junagadh: કાશી વિશ્વનાથ મંદિરના સાધુએ શરૂ કર્યા કઠોર અનુષ્ઠાન, નવ દિવસ શરીર પર રહેશે જવારા

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">