જુનાગઢમાં ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રાહિમામ મહિલાઓએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો- Video

જુનાગઢના વોર્ડ નંબર 12માં ગટરના પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં મહિલાઓએ રસ્તા પર ઉતરી રસ્તો બ્લોક કરીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

| Edited By: | Updated on: Jul 03, 2025 | 5:00 PM

જુનાગઢની જનતા વરસાદી પૂરની સાથે ગટર ઉભરાવાની સમસ્યાનો પણ સામનો કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 12ના સામે આવી રહ્યા છે કે જ્યાં રસ્તા પર ગટરના પાણી વચ્ચેથી નાગરિકોને પસાર થવાનો વારો આવ્યો છે. અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. ત્યારે પ્રમુખ નગરની મહિલાઓએ રસ્તાની બંન્ને બાજુ વાહનો મૂકીને રસ્તો બંધ કર્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તો બ્લોક કરી દેતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

મામલો ઉગ્ર બનતા ભાજપના કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક મહિલાઓએ સમસ્યા અંગે કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તો કોર્પોરેટરે ગટરની પાઈપલાઈન તૂટી ગઈ હોવાનું સ્વીકાર કર્યું હતું. આ સાથે જ સ્થાનિકોને ખાતરી આપી હતી કે વરસાદ બંધ થયા બાદ ગટરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

કોર્પોરેટરે ખાતરી આપતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. મહિલાઓની ફરિયાદ છે કે છેલ્લા અઢી-ત્રણ મહિનાથી આ લાઈન ખોદેલી છે અને ગટરનું પાણી અમારું બહાર જાય છે. એપાર્ટમેન્ટમાં બધાની ગટર ઉભરાય છે. વખતોવખત રજૂઆત કરીને થાક્યા પરંતુ અહીં કોઈ જોવાય આવતુ નથી.

 

બનાસકાંઠામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, સતત વરસતા વરસાદને કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ- Video