Junagadh : પોલીસકર્મી માતાએ પોલીસ અધિકારી પુત્રને સેલ્યુટ કરી ગૌરવ અનુભવ્યું

Junagadh : પોલીસકર્મી માતાએ પોલીસ અધિકારી પુત્રને સેલ્યુટ કરી ગૌરવ અનુભવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 5:58 PM

જે ડીવાયએસપી અધિકારીને તે સલામી આપી રહી હતી, તે તેનો લાડકવાયો દિકરો છે.જી હા પંદરમી ઓગસ્ટની ઉજવણી દરમિયાન મધુ બેન રબારીએ પોતાના દિકરા વિશાલ રબારીને હોદ્દાની રૂએ સલામી આપી.

સામાન્ય રીતે એક ઉપરી પોલીસ અધિકારીને નીચેના કર્મચારીઓ સલામી આપે છે. પરંતુ ગુજરાતના જુનાગઢમાં પોલીસ કર્મચારી એક  માતાએ પોતાના પોલીસ અધિકારી પુત્રને સલામી આપી હતી. તે  સમયે આ માતા પોતાના પુત્ર માટે ગૌરવ અનુભવતી હતી. તેમજ પુત્રે પણ પોતાની માતાની આ સલામીને ઝીલીને માતાના સ્વપ્નને સાકાર કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢના પોલીસ કર્મચારી મધુબેને પોતાની ફરજ દરમિયાન અનેક અધિકારીઓને સલામી આપી છે.પરંતુ આ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સલામી આપતી વખતે મુધબેનની આંખોમાં અનોખી ખુમારી હતી.મધુબેનના હાથ ભલે ગૌરવરૂપી સલામી આપતો હોય, પણ તેમનું હ્રદય જાણે કે આશીર્વાદ રૂપી વરસાદ વરસાતું હોય તેવી દ્ર્શ્ય ઉભુ થયું હતું.

કારણ કે જે ડીવાયએસપી અધિકારીને તે સલામી આપી રહી હતી, તે તેનો લાડકવાયો દિકરો છે.જી હા પંદરમી ઓગસ્ટની ઉજવણી દરમિયાન મધુ બેન રબારીએ પોતાના દિકરા વિશાલ રબારીને હોદ્દાની રૂએ સલામી આપી.આ ક્ષણ એક માતા માટે તો ગૌરવ જેવી હતી. પણ તમામ પોલીસ વિભાગ માટે અનોખી હતી.દીકરા વિશાલ રબારીને સલામી આપતા માતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ.

ASI મધુબેન રબારીના પતિ હયાત નથી. જેથી માતાએ જ બેવડી જવાબદારી નિભાવી દીકરાને ભણાવી-ગણાવીને મોટો કર્યો છે. પોલીસની કપરી નોકરી વચ્ચે દીકરાના અભ્યાસ અને કેરિયરનું સતત ધ્યાન રાખ્યું. વતનમાં પરેડ કમાન્ડર બનવાનું ગૌરવ અને માતાનું સેલ્યુટ દીકરા માટે જીવનનું સૌથી સુંદર સંભારણું બન્યું.આ દ્રશ્ય નજરે જોનારા લોકો પણ માતા-પુત્રના પ્રેમ, સ્નેહ અને પરિશ્રમને બિરદાવ્યા હતા.

આ પણ વાંચો : Surat : સુરતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના 14 વિદ્યાર્થીઓ ચિંતામાં, કુલપતિ અને ભાજપ પ્રમુખને કરી રજુઆત

આ પણ વાંચો : જો બાઇડેને તાલિબાનને ચેતવણી આપી, કહ્યું- ‘અમેરિકી સૈનિકો અથવા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો તો પરિણામ ખરાબ આવશે

Published on: Aug 17, 2021 05:58 PM
g clip-path="url(#clip0_868_265)">