Junagadh: ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ભરાયા, વંથલીમાં ગર્ભવતી મહિલાનું કરાયું રેસ્ક્યુ, જુઓ Video

Junagadh: ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ભરાયા, વંથલીમાં ગર્ભવતી મહિલાનું કરાયું રેસ્ક્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 23, 2023 | 11:00 AM

જૂનાગઢમાં પોલીસની પ્રશંસનિય કામગીરીના પૂરાવા સામે આવ્યાં. પોલીસે ગળાડૂબ પાણીમાં ઉતરીને લોકોને તો બચાવ્યા જ, સાથે સાથે તેમની આસ્થાને પણ બચાવી.

જળતાંડવમાં સમગ્ર જૂનાગઢ (Junagadh) જળમગ્ન થયું હતું. અનરાધાર વરસાદને (Heavy Rain) કારણે સમગ્ર શહેર જાણે કે પાણીમાં ગરકાવ થઇ ગયું. મુખ્ય રસ્તાઓ હોય કે પછી સોસાયટીઓ હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. વરસાદથી કાળવા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. આ દરમિયાન જૂનાગઢના વંથલીમાં ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરાયું હતું. ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ફરી વળતા મહિલા ફસાઈ હતી. પોલીસે મહિલા સહિત અન્ય 5 લોકોને પણ પાણીમાંથી બહાર કાઢ્યા.

આ પણ વાંચો : Junagadh : એ બાપા ગ્યા…હવે મળી ગયા, કાર સાથે તણાયેલા વૃદ્ધનું કરાયું રેસ્કયુ, જુઓ Video

જૂનાગઢમાં પોલીસની પ્રશંસનિય કામગીરીના પૂરાવા સામે આવ્યાં. પોલીસે ગળાડૂબ પાણીમાં ઉતરીને લોકોને તો બચાવ્યા જ, સાથે સાથે તેમની આસ્થાને પણ બચાવી. જૂનાગઢમાં પોલીસના જવાનોએ એક પરિવારને પૂરના સંકટમાંથી બહાર કાઢ્યો અને સાથે જ પોલીસે તેમની આસ્થાનું પણ માન રાખ્યું હતું.

પોલીસ ઈચ્છતી તો ફક્ત પરિવારને બચાવી લીધો હોત અને માતાજીની મૂર્તિ લેવા પાછી ન ગઈ હોત. પરંતુ પોલીસે તેમની આસ્થાનું ધ્યાન રાખતા લોકોને લઈ પાછી ઘરમાં ગઈ અને જીવના જોખમે તેમના માતાજી સાથે લોકોને બહાર કાઢ્યા.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો